જામનગર મોર્નિંગ - જામનગર (ભરત રાઠોડ)

કાલાવડ તાલુકામાંથી ગ્રામ્ય પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લઈ રૂ. 3.87 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મુળીલા ગામનો શખ્સ ગોંડલથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ આવતો હોવાની બાતમી પીએસઆઈ એચ.વી. પટેલ અને અલ્તાફભાઈ સમાને બાતમી મળતા મુળીલા ગામથી નપાણીયા ખીજડીયા ગામ તરફ જતા રોડ પર આવેલ બેઠા પુલ પાસે જીજે 18 બીએફ કારને રોકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 132 નંગ બોટલ કિમંત રૂ. 66,000 તથા 48 નંગ ચપટા કિમંત રૂ. 14,400 અને 22 નંગ બીયર રૂ. 6600 તેમજ કાર કિમંત રૂ. 3,00,000 કુલ મળી રૂ. 3,87,000ના મુદામાલ સાથે ગોંડલમાં કૈલાસ બાગ પાસે રહેતો પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર અને મુળીલા ગામમાં રહેતો વિરેન્દ્રસિંહ ઉર્ફે લક્કી હરદેવસિંહ જાડેજા નામના બે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફના વી.વી. છૈયા, અલ્તાફભાઈ સમા, માલદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, મહેશભાઈ ચાવડા, જયદીપભાઈ જેસડીયા અને હિતેશભાઈ ભેંસદડીયા દ્વારા કરવામાં આવી હતી.