નવા વોર્ડ-દુકાન માટે જાહેરાત આપી પછી "કઇક" રંધાયુ ને જાહેરાત કોમ્પ્યુટરમાંથી ડેટા ઉડી ગયો: તપાસ મંગાશે?

અરજી નિકાલ માટે સીએમ કહે છે કે ૯૦ દિવસ જ પરંતુ જામનગર જિલ્લા પુરવઠા કચેરીમા વર્ષે બે વર્ષે નિકાલ ન થાયને અરજી ગાયબ પણ થાય ઈન્વર્ડ થાય જ નહી: અમુક વોર્ડના તો ચોપડા ઓફીસે મંગાવી તપાસ્યા ના સહી સિક્કા કરી દે પારદર્શી સરકારી વહીવટ થાય અમુક "વહીવટ" જુદી જુદી અનેક રીતે થાય શુ થાય મોંઘવારી કેવી છે? (સાચે યાદ આવ્યુ મોઘવારી સંદર્ભના ભાવ પણ આ જ કચેરી રોજ લે છે કોકવાર એક સાથે લખાય જાય એ વાત અલગ આ તમામ ચર્ચા છે સાચુ શું તે તો ચબરાકોને પુછવુ પડે)

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

જામનગર જિલ્લાના પુરવઠા તંત્રના અહેવાલ પ્રસિદ્ધ થયે લોકો જ જાગશે તે અંદાજ સાચો પડ્યો અને વિગત ખુલીને પોકારવા માંડી છે કે મને શબ્દોમાં ઢાળો ને ગરીબ વર્ગનુ કલ્યાણ કરો કેમકે પુરવઠાની પોલ ખોલતી એક ખુબ જ અભ્યાસુ નાગરીકની દાસ્તાન મળી છે. જેનો સાર એ છે કે નવા વોર્ડ, દુકાન માટે જાહેરાત આપી પછી "કઇક" રંધાયુ ને જાહેરાત કોમ્પ્યુટરમાંથી ડેટા ઉડી ગયો તપાસ મંગાશે? લગત નવી સુચિત રેશનીંગ વોર્ડની દુકાનની આજુ બાજુ હયાત હાલની દુકાનોને કાર્ડ વધુ મળેલા રહે તે માટે કોક ખેલ કરી ગયુ તેમા વચેટીયો જોરદાર હતો તેમ લોકો વાતો કરે છે.

આમ જોઇએ તો અરજી નિકાલ માટે સીએમ કહે છે કે ૯૦ દિવસ જ... પરંતુ જામનગર જિલ્લા પુરવઠા કચેરીમાં વર્ષે બે વર્ષે નિકાલ ન થાયને અરજી ગાયબ પણ થાય ઈન્વર્ડ થાય જ નહી બોલો શુ કરવુ? તો વળી ફરિયાદો જેની વધુ હોય તે પૈકી ના અમુક વોર્ડના તો ચોપડા ઓફીસે મંગાવી તપાસ્યા ના સહી સિક્કા કરી દે પારદર્શી સરકારી વહીવટ થાય અમુક "વહીવટ"  જુદી જુદી અનેક રીતે થાય શું થાય મોંઘવારી કેવી છે? (સાચે યાદ આવ્યુ મોઘવારી સંદર્ભના ભાવ પણ આ જ કચેરી રોજ લે છે કોકવાર એક સાથે લખાય જાય એ વાત અલગ પત્રક બંને સરકારમાં મોકલાય પણ પગલા ન લેવાય ભાવ અંગે કેમકે બહુ વાસ્તવિક ભાવ ન લખે રેકર્ડ ઉપર મધ્યમ જ આકડા રહે તેની કાળજી લેવાય છે. આ તમામ ચર્ચા છે સાચુ શું તે તો ચબરાકોને પુછવુ પડે).

શુ કહે છે જાગૃત નાગરીક

તમોએ પુરવઠા વિભાગની જે માહિતી છાપામાં (જામનગર મોર્નિંગ દૈનિક) આપી છે તે બદલ અભિનંદનને પાત્ર છે. મારી પાસે પુરવઠાની ઘણી જ ભ્રષ્ટાચારી બાબત છે. જેનો હિસાબ કરીએ તો 60 એપીસોડ થાય તેમ છે. પુરતા સબુત સાથે આ માહિતી ભ્રષ્ટાચારથી ભરેલી છે. તો એ જ તમોને માહિતી મોકલી તમો જ એપીસોડ નંબર આપશો. તમોને આ વાત સત્ય લાગે તો છાપવા વિનંતી. નવેમ્બર 2021ના રોજ નવી વ્યાજબી ભાવની દુકાન વેંચવા માટે ઉપરથી સુચના મળેલ જામનગર સહિત મને સાત દુકાનની જાહેરાત આપવામાં આવી હતી. પરંતુ જે જગ્યાની જાહેરાત મુકતા બાજુમાં દુકાનદારે જિલ્લા પુરવઠા અધિકારી તેમજ તેમના બે પુરવઠા નિરીક્ષક ચંગુ-મંગુ હપ્તો વધારી દેતા ઇરાદાપૂર્વક ઓનલાઇન આવેલી અરજીઓ, બેકાર લોકોની અરજીઓ બાર માસ થયા એટલે કે નવેમ્બર 2022 સુધી ખેંચીને રાખેલ હતી. ઉપરથી પૂછાણ આવતા એમ જણાવામાં આવ્યું કે કોમ્યુટરમાં ડેટા ઉડી ગયેલ છે. 

ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી થયા ત્યારે સરકારી તંત્રને સુચના આપવામાં આવેલ હતી ઓનલાઇન કે ઓફલાઈન અરજીનો નિકાલ 90 દિવસમાં કરી નાખવો અરજદારને ખોટી રીતે હેરાન કરવામાં આવે નહીં. અરજીઓ કરનારા લોકોએ રૂપિયાની ઓફર ન કરતા તેમજ સરકારી દુકાનદારોની વાત સાંભળીને આ અરજીઓ રદ થઈ ગયેલ છે.  આ બાબતમાં ગોકુલનગરના રહેવાસી ગોવિંદભાઈ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરે છે. આ અરજીઓનો બાર માસ થયા નિકાલ થયેલ નથી. તો જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા વિનંતી. ભાજપ સરકારના મુખ્યમંત્રીની વાત જિલ્લા પુરવઠા તંત્રના ડીએસઓ મકવાણા સાહેબ તેઓ એસીતેસી કરે છે. 


આવી જાડી ચામડીના ડીએસઓ પ્રજાનું કાંઈ ભલું કરેલ નથી અમો સસ્તા અનાજના દુકાનદારને વફાદાર રહ્યા છીએ. તો વહેલાસર આ વાત જામનગર મોર્નિંગમાં છપાઈ જશે ત્યારબાદ એ જ પુરવઠાની એપીસોડ સત્ય તમોને આપવામાં આવશે. નવેમ્બર માસ 2021ના રોજ નવી દુકાનની અરજી કરેલ હતી તેઓએ બાર માસ સુધીની દુકાનનું ભાડું ભરવું પડે તે જવાબદારી મકવાણા સાહેબની ફિક્સ થાય છે. એટલે બેરોજગાર તેમજ દુકાનનું ભાડું ભરવું બેરોજગાર યુવાનોની હાય લીધેલ છે. નવા દુકાનદારની જાહેરાત માટે ગાંધીનગરથી પાછી જાહેરાત આપવાની સુચના પુરવઠા નાગરીક અન્ન સંરક્ષણ તરફથી આપવામાં આવી છે. પરંતુ બેરોજગાર ડીએસઓ સાહેબને પુછવા જાય છે કે ક્યારે જાહેરાત આવશે તો પત્રવ્યવહાર મારફત અરજદારને ધક્કે મળીને રવાનો કરી દેવામાં આવે છે. સરકારનો પગાર લેવો અને વફાદારી સસ્તા અનાજ દુકાનદારની કરવી આ મકવાણા સાહેબનો ઉદેશ છે.

ગુગલી

ત્યારે ડીએસઓને કચેરી સ્ટાફ સામે અમુક આક્ષેપ થાય છે તો ઘણા ને અનુભવ થયા હશે ને?  સાહેબને તો ઝડપી કામ નિકાલ કરવા જ નથી પછી તે કોઇપણ હોય તે ટાળવુ વિલંબ કરવો એવુ જ ગમે છે તેમ કલેક્ટરેટ સુત્રો જ કહે છે. હોય ભાઇ બધાની થીયરી અલગ અલગ હોય તોય ચાલે છે ને સાહેબ ઈ  છે ને... જોકે અમુક અમુક અધીકારીઓની તપાસ દસ દસ વર્ષે થયાના દાખલા છે માટે તો ચાલાક અધીકારીઓ બહુ પુરાવાઓ રહેવા દેતા નથી કેમકે ફાઇલો તો ત્યાં જ ધુળ ખાતી હોય આંક ભલેને દર્શાવ્યા હોય ઇ નંબરે બીજુ પણ કઇક ગોઠવી તો શકાય જ ને? અમુક ઇનવર્ડ જ ન કરે શુ કરો તમે? ને સ્ટાફ અમુક રખત રખાવ હોય રળી આપે ઇ જ ચાલે નહીતો બદલીઓ કરે કામની કા તો બદલી બીજી શાખાઓમા કરાવે કા અમુક કિસ્સાઓમા પોતે જ ડીલીંગ કરી લે....સાબુ...સાબુ...સફેદી નો ચમકાર....ત્વચા નિખારે....હવે આ મુજબ લોકો બોલતા હોય છે આમા સાચુ શુ ખોટુ શુ? કોને ખબર અધીકારી સારા હોય પણ હાથ બંધાયેલા હોય બદલવુ હોય બીજી કઇક મજબુરી હોય. નહીતર અમુક ચોક્કસ બાયોડીઝલના કારસા પકડ્યા હતા બધે તો તેઓ સમયના અભાવે નહોતા પહોંચી શક્યા...!!!