સાહેબ ને પુછવા ય ન રોકાયા, લીગલ ઓપીનિયન લેવા ન રોકાયા, રાબેતા મુજબ નોંધ મુકીને ફાઇલ ચલાવી વિલંબ કરવા ય ન રોકાયા, કોઇ ભલામણ પણ વચ્ચે ન આવી, કઇ સ્ટાફને કહી પોલીસ બંદોબસ્ત ના લાંબા લચક પત્રવ્યવહાર પણ ન કર્યા, ને ગુપચુપ જઇ દુકાન તોડી કાટમાળ પણ ગાયબ કરી આવ્યા, બ્રેવો મુકેશ વરણવા ભલે બીજા કામો રહી જાય છે પણ આ અદાલતના આદેશને તો માન આપ્યુ આવુ જ બીજા નડતર રૂપમા નહી પગલા લો?

તો હવે નાગરીકોમાં ઉત્સાહ આવી ગયો છે કે હાઈકોર્ટમાં જવાય તરત જ પ્રશ્ન નિકાલ થાય, આમેય હાઇકોર્ટે અનેક ચિંતા કરવી પડે છે સરકારની જવાબદારી ના હુકમ હાઇકોર્ટે કરવા પડે છે...!!!: એસ્ટેટ શાખા યાદી ફાઇલમાં રાખી કોની રાહ જુએ છે? પાર્કીંગ ખુલ્લા કરાવો અનેક એપાર્ટમેન્ટમાં સંકડાશ ફાઇલ ઉપર કઇક જુદુ

જામનગર મોર્નિંગ - જામનગર  (ભરત ભોગાયતા)

જામનગરમાં મંજુરી વગરના બાંધકામ તે નવી બાબત નથી ખાસ તો કોમર્શિયલ રીતના બાંધકામ અનિયમિત હોય નડતર રૂપ  હોય અને તે પુરવાર થયુ હોય તો તે તોડી પાડવાની થાય પરંતુ આવી યાદી ફાઇલમાં ધુળ ખાય છે તેમાથી કોક ને અભય વચન પણ છે પરંતુ જો મામલો છે ક ગુજરાત હાઇકોર્ટ પહોંચે તો પછી તો સાહેબની સુચના નથી કે ફલાણાની ભલામણ છે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે વગેરે કઇ બહાના ચાલતા જ નથી અને તાત્કાલીક કામ કરવુ પડે છે.

એવુ જ બન્યુ છે કોર્પોરેશનના મુળ યુડીપી મેનેજર સાથે સોલીડ વેસ્ટ વિભાગ એસ્ટેટ વિભાગ સહિતના વડા ભાઇ વરણવાજી સાથે કોર્પોરેશનમાં ચર્ચા છે કે

ભાઇ વરણવા કેટલે પહુચે? સફાઇનુ સાજુ કરવા ગયા તો ગે.કા. દુકાન ન તોડતા હાઇકોર્ટની નામજોગ COC નોટીસ થી દોડધામ થઇ પડી ને દુકાન તોડી આવ્યા ને હાશકારો અનુભવ્યો હતો અને તારિખ ૨૪ની હાઇકોર્ટ મુદત માટે હાઇક્લાસ લેશન પણ તૈયાર થય ગયુ ...!!

વાત જાણે એમ છે કે વાલ્કેશ્વરી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના નીચે જ જ્યાં એન્ટ્રી ગેઇટ હોય ત્યા એક દુકાન બંધાઇ ગઇ હતી દેખીતુ જ છે કે તે દુકાન ને મંજુરી જ નહતી માટે જાગૃત નાગરીકોએ કરી અરજી પણ સમય મળે તો જામ્યુકો કામ કરે ને? ત્યાં તો રહેવાસીઓ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પહોંચી ગયા હતા અને હાઇકોર્ટે આ મંજુરી વગર અને નિયમભંગ સમાન કોમર્શીયલ બાંધકામ તોડી લોકોને સુગમતા આપવા હુકમ કર્યો હતો.

પરંતુ આ તો જામ્યુકો એ હુકમ ફાઇલમાં રહી ગયો. તમે વિચાર તો કરો કે અદાલત આદેશ કરે પછી પાછો તે આદેશની અમલવારીનો ય હુકમ કરવો પડે છે...!!! આવી નિંભરતા હોય? પરંતુ હાઇકોર્ટે મુકેશ વરણવાના નામ જોગ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ફટકારીને પછી થઇ જોવા જેવી ભાઈ કોઇ લીગલ ઓપનીયન લેવા રોકાયા જ નહી ને ફાઇલ ઉપર માર્ગદર્શન માંગવાની નોંધ મુકી કોઇ વિલંબ કરવાનુ ન સુઝ્યુ. ન જ સુઝે ને હાઇકોર્ટનીની C.OC. નોટીસ બહુ આકરી ગણાય છે માટે બીજી લગત બ્રાંચો વાળાઓના પગમાં પણ ગતિ આવીને એસ્ટેટના આ અધીકારી જાતે દોડી ગયા ને તે દુકાન તોડી આવ્યા કમ્પ્લીટલીને કાટમાળ પણ ગુમ થય ગયો. કરવુ પડે તો આટલી જ વાર લાગે...!! તેમજ શુક્રવાર તારીખ ૨૪ની મુદત માટે જવાબ તૈયાર થય ગયો આદેશના પાલન થય ગયા (નહીતર તો ગામ ગજવે જો કે છતાય પગલા ન લે એવુ ય બને ને?)

એસ્ટેટ શાખા યાદી ફાઇલમાં રાખી કોની રાહ જુએ છે? પાર્કીંગ ખુલ્લા કરાવો અનેક એપાર્ટમેન્ટમાં સંકડાશ ફાઇલ ઉપર કઇક જુદુ: જાગો નાગરીકો

આ કેસ ઉપરથી બીજા નાગરીકોનો જુસ્સો વધ્યો છે હવે પોતાના પારકાવ કે લાભયોજના વાળા કે રખોપા વાળા કોમર્શીયલ બાંધકામો તોડવા માટે પગલા ફરજીયાત લેવા પડે તો નવાઇ નહી માટે જ જાણકારો કહે છે કે નાગરીકો જાગો જો તમને કોઇ અનિયમિત ને નડતર રૂપ બાંધકામ જણાય તો અદાલતના દ્વાર ખખડાવો અથવા પહેલા કમીશનરને અરજી કરી હાઇકોર્ટનો આ વાલ્કેશ્વરી વિસ્તારની દુકાન તોડી પાડવાના હુકમ ને ટાંકવો જોઇએ તેમ છતાય દાદ ન મળે તો કોર્ટમાં જઇ જ શકાય છે ને? સાથે સાથે ગેરકાયદે બાંધકામ દબાણ વગેરે સામે પગલા લેવા અરજી કરી બાદમાં તે અરજી ઉપર શુ કાર્યવાહી થઇ તેનું આરટીઆઈ કરાય અને બધા જવાબો કોર્ટમાં રજુ કરી શકાય. માહિતી ન મળે તો પ્રથમ અપીલમાં કદાચ કઇ ન વળે પણ બીજી અપીલ માટે તૈયારી કરી લેવાય. આવી મુદાસર માર્ગદર્શીકા જાણકારોએ આપતા ઉમેર્યુ છે કે જામનગરમાં અનેક સેલર અનેક પાર્કિંગ ગાળા અનેક ફુટપાથ અનેક સાંકડા રોડ રસ્તા અનેક સોસાયટીઓમા દબાણરૂપ દુકાનો સર્વિસ સેન્ટરો ઓફીસો ઓરડીઓ વગેરે થય જ ગયા છે ને? દોઢસોથી વધુ કિસ્સા મળી શકે જો તંત્રની શોધવાની દાનત હોય તો. માટે આવી તોડી પાડવા જોઇએ તેવા આખરી નોટીસ વાળા બાંધકામ અડચણ દૂર કરવાના બદલે જામનગર કોર્પોરેશન એસ્ટેટ શાખા યાદી ફાઇલમાં રાખી કોની રાહ જુએ છે? પાર્કીંગ ખુલ્લા કરાવો અનેક એપાર્ટમેન્ટમાં નીચેના ભાગમાં સંકડાશ કાં થઇ ગઇ? ફાઇલ ઉપર કઇક જુદુ સ્થળ ઉપર જુદુ એમ કેમ? તેવો વેધક સવાલ કરી જાણકારોએ "જાગો નાગરીકો" તેવી અપીલકરી છે.

હાઇકોર્ટ જનસુખાકારીની ચિંતા કરે છે

લોકો સતામંડળમાં રજુઆત કરી થાકી જાય સરકારમાં રજુઆત કરી થાકી જાય તો અંતે હાઇકોર્ટનુ શરણ લે છે અને હાઇકોર્ટ દરેક પાસા જોઇ હુકમ કરે છે માટે નાગરીકોને ન્યાય મળે છે પરંતુ ચિંતા એ છે કે સરકારે કરવાની જ હોય છે તેવી અનેક બાબતો અંગે હાઇકોર્ટ હુકમ કરે છે ઉપરથી હુકમ થયા બાદ પણ એ હુકમની અમલવારી કેમ ન થઇ? તેમ પણ હાઇકોર્ટે ટકોર કરવી પડે છે શિક્ષણ ફી થી માંડી ઢોર સુધીના મુદે અરે સફાઇમુદે પ્રદુષણ મુદે વેરા વસુલાત મુદે આપતિ નિયમન અને વલકતર તેમજ પગલા મુદે નાગરીકોની સુવિધા અંગે ટ્રસ્ટોના વિવાદ અંગે આરોગ્ય વીમા સહકાર મુદે દબાણ બાંધકામ કોલોની અંગે સ્વચ્છતા અને પર્યાવરણ મુદે નોકરીયાત ના હક હિસ્સા અંગે ઉદ્યોગોને લગત પ્રશ્ર્નો ઘટના દુર્ઘટના અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે જમીન વળતર  સહાય વગેરે અનેક મુદાઓ માટે લોકોને હાઇકોર્ટ ન્યાય આપે છે બધુ જ હાઇકોર્ટ કહે તો સરકારે શુ કરવાનુ? અરે ધાર્મિક ઉત્સવો કે યાત્રા સંબંધે પણ અદાલતો ન્યાય કરે છે...!!! સતા તંત્રો સરકારો શાસનો પ્રસાશનો શુ કરે છે? હાઇકોર્ટના હુકમના પાલન કરવામા ઘણી વખત વિલંબ કરે છે માટે ફરી વખત હાઇકોર્ટમાં જવુ પડે છે.