જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લાના સિક્કામાંથી લોખંડની 500 કિલો પ્લેટની કોઈ શખ્સ ચોરી કરી લઈ જતા પોલીસમાં રાવ કરાયા બાદ સિક્કા પોલીસે બાતમીના આધારે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચાર શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કામાં દરિયા કિનારે આવેલ શકરપીરની દરગાહની સામે ભવ્ય ઇન્જીનિયરિંગ વર્ક્સ સાઈડમાંથી શુક્રવારે સાંજના સમયથી શનિવારે સવારે નવ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યો તસ્કર બાઝના રીપેરીંગ માટેનું કટીંગ લોખંડનું જૂની પ્લેટોના ટૂકડા અંદાજે 500 કિલો કિંમત રૂ. 20,000 ચોરી કરી લઈ જતા સુપરવાઈઝર નજીરભાઈ કરીમભાઈ સાયચાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ હોય ત્યારે જયપાલસિંહ જાડેજા અને દિલીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે લોખંડની પ્લેટની ચોરીનો મુદામાલ સિક્કા હાઉસિંગ બોર્ડની પાછળની બાવળની જાળીમાં રાખેલ હોય સ્થળ પર દરોડો કરી ઇસ્માઇલ અબ્દુલભાઈ સુંભણીયા, ગની હારૂનભાઈ જેડા, જાવીદ ઉર્ફે જાવલો ઇશાઇબ્રાહીમ હુદડા અને રફીક જુનસભાઈ ગંઢાર (રહે. તમામ સિક્કા) નામના ચાર શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.