બે કાર, તેર મોબાઈલ તથા રોકડ સહિત રૂ. 16.65 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામે એલસીબી પોલીસે બાતમીના આધારે અઢાર શખ્સોને રૂ. 16.65 લાખના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.    

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સો પર કાયદેસર કાર્યવાહી કરવા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપેલ હોય જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન રાકેશભાઈ ચૌહાણ, ધાનાભાઈ મોરી, વનરાજભાઈ મકવાણા અને કિશોરભાઈ પરમારને બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામની સીમમાં અમુક શખ્સો ગંજીપતાના પાના વડે જુગાર રમતા હોય જેના આધારે દરોડો કરી સ્થળ પરથી ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતો સંજય કરશનભાઈ ચાવડા, કરશન પાલાભાઈ ચાવડા, જીવા નાથાભાઈ બૈડીયાવદરા, પાલા વેજાણંદ કનારા, એભા દેવરખીભાઈ કનારા, ગોવિંદ અરજણભાઈ કનારા, હેમંત ડાડુભાઇ ચાવડા, જામજોધપુર તાલુકાના બારીકાગામે રહેતો રામા રણમલભાઈ ચાવડા, ભાણવડ તાલુકાના સિવા ગામે રહેતો હમીર પરબતભાઈ કનારા, ભાણવડ તાલુકાના ગજાભી આંબરડી ગામે રહેતો ગિરધર કાનજીભાઈ વીસાવડીયા, લાલપુરના ધરારનગરમાં રહેતો નાથા નારણભાઈ ગમારા, ભાણવડ તાલુકાના વેરાળ ગામે રહેતો સતીષ ભીખુભાઈ માણસુરીયા, પંકજ ધનજીભાઈ નકુમ, લાલપુરમાં પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતો અશોકભારથી રામણીકભારથી ગોસાઈ, લાલપુરમાં કોળીવાસમાં રહેતો જયેશ રામજીભાઈ ચૌહાણ, લાલપુર તાલુકાના સણોસરી ગામે રહેતો બાબુ બચુભાઈ ખવા, લાલપુરમાં કોર્ટ પાસે રહેતો સંજય રમણીકભાઈ ગૌસ્વામી અને જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતો ઘેલા માવજીભાઈ મહેતા નામના અઢાર શખ્સોને રોકડ રૂ. 68,300, બે કાર રૂ. 15,00,000 અને 13 નંગ મોબાઈલ કિમંત રૂ. 97,000 મળી કુલ રૂ. 16,65,300નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.           

આ કાર્યવાહી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, દિલીપભાઈ તલાવડીયા, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અશોકભાઈ સોલંકી, ધાનાભાઈ મોરી, દોલતસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હરદીપભાઈ ધાધલ, ધર્મેન્દ્રસિંહ ડી. જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી અને બીજલભાઈ બાલાસરાએ કરી હતી.