જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે મૂળ ખંભાળિયાના વતની હાલ લંડન (યુ.કે.) સ્થિત હરેશભાઈ રમણીકલાલ સંઘવી તથા દિપેશભાઈ રમણીકલાલ સંઘવીના આર્થિક સહયોગથી (હ. શૈલેષભાઈ કાનાણી) ના સ્મરણાર્થે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે 101 જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા) એ સર્વેને આવકારી, લાયન્સ ક્લબના સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીએ દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી.

આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરપર્સન શ્રદ્ધાબેન કાનાણી, મનસુખભાઈ નકુમ, મિલનભાઈ સાયાણી, સેક્રેટરી અને ઝોન ચેરપર્સન હાડાભા જામે ઉપસ્થિત રહીને વ્યવસ્થા જાળવી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ગરીબ પરિવારને આશરે 15 દિવસ ચાલે તેટલો અનાજ, ખાંડ, તેલ તેમજ અન્ય ચીજ વસ્તુઓની કીટ મેળવીને આ 101 પરિવારોએ આનંદ સાથે દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

માઈક્રો કેબિનેટ સદસ્ય શૈલેષભાઈ કાનાણીએ સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો. વિતરણ વ્યવસ્થા દરમિયાન ઘનશ્યામસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ જોશી, દિનેશભાઈ પોપટ, જયંતભાઈ ખત્રી, નિમિષાબેન નકુમ, જેમીનીબેન મોટાણી તેમજ યોગેશભાઈ મોટાણી ઉપસ્થિત રહ્યા હતા.