ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોની વાડના આયોજનો થયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ હોળીની આજરોજ ખંભાળિયામાં અનેરા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજરોજ ઢળતી સાંજે તથા રાત્રે હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી, બેઠક રોડ, સ્ટેશન રોડ, નવાપરા, સલાયા ગેટ, સહિતના વિસ્તારોમાં લોકોએ હોલિકા દહનના કાર્યક્રમો તેમજ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સાથે ધાણી, ખજૂર, દાળિયા, તથા શ્રીફળ વધેરીને પૂજન-અર્ચન કર્યું હતું. બાળકો તથા યુવાઓએ હોળીની 108 પ્રદક્ષિણા કરી ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં જેનું ખાસ અને અનેરૂ મહત્વ હોય છે. તે બાળકની પ્રથમ હોળી (વાડ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જુદા જુદા ગામોમાં બાળકોની વાળના ભવ્ય આયોજનો થયા હતા. જેમાં ગીત-સંગીત સાથે ગ્રામ્ય લોકોએ ભવ્ય ઉજવણી કરી હતી.

આવતીકાલે ધુળેટીના બદલે પડતર દિવસ (ધોકો) હોય, બુધવારે રંગભીના ધૂળેટી પર્વની ઉજવણીનો પણ અનેરો થનગાટ ખાસ કરીને યુવા હૈયાઓમાં જોવા મળી રહ્યો છે.