જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા ભરતભાઈ નાથાભાઈ મોઢવાડિયા નામના 26 વર્ષના મેર યુવાન સાથે કોઈ બાબતે બોલાચાની કરી, ગત તારીખ નવમી ના રોજ રાત્રિના સમયે આ જ ગામના ભરત મેણંદભાઈ, પ્રતાપ દેવશીભાઈ અને આવળા પોલાભાઈ નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.