જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ અને અર્જુનભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના સ્મશાનની થોડી દૂર બાવળની ઝાડી હેઠળ બેસી અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા કારા રામભાઈ મોકરીયા, ગિરધર માંડણ મુછડીયા, હરિલાલ રામભાઈ મોકરીયા અને જેઠા ગાંગા પિંગળ નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 12,600 રોકડા તથા રૂપિયા 10,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 22,600 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, અરજણભાઈ મારુ, મશરીભાઈ ભારવાડીયા, વિપુલભાઈ ડાંગર, ડાડુભાઈ જોગલ, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા તથા મેહુલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment