જામનગર મોર્નિંગ - જામનગર
જી. જી. હોસ્પિટલ જામનગરમાં મચ્છરનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓ અને સાથે અથવા ખબર અંતર પૂછવા આવતા સ્નેહીજનો મચ્છરના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય જે અંગેનો જામનગર મોર્નિંગ દ્વારા ગત તારીખ - 02-03-2023ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
જામનગર મોર્નિંગનો અહેવાલ જી. જી. હોસ્પિટલના મેનેજમેન્ટને ધ્યાને આવતા તેમણે આ અંગે સત્યતા જાણીને ખરેખર મચ્છરનો ઉપદ્રવ વધી ગયો હોવાનું ધ્યાન પર આવતા. હોસ્પિટલના બિલ્ડીંગમાં ખૂણા - ખાંચા વાડી જગ્યાઓ પર સહીત બિલ્ડીંગના મોટાભાગના ભાગમાં મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા માટે ફોગીંગ મશીનથી ધુમાડો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મચ્છર ભગાવવા માટે ફોગીંગની કાર્યવાહી હાથ ધરતા દર્દી અને મુલાકાતે આવતા લોકોમાં રાહતની લાગણી.
આમ જામનગર મોર્નિંગના અહેવાલના પગલે હોસ્પિટલ તંત્ર દ્વારા જી. જી. હોસ્પિટલમાં મચ્છરનો ઉપદ્રવ દૂર કરવાનાં હેતુથી ફોગીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ફોગીંગની આ કામગીરી નિયમિત હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
0 Comments
Post a Comment