જંગી વીજચોરીની બાતમી તો ઘણા સમયથી હતી પરંતુ જામનગર સર્કલ પીજીવીસીએલ પગલા ન લેતા હોવાની ચોમેર ચર્ચા: "હવે પકડાય તો વાંધો નહી" નો વિચાર કામ કરી ગયો? કે શું?

જાણકારોની ચર્ચા સાચી માનીએ તો હાલારના એક રાજકીય માથાએ ધમપછાડા બહુ કર્યા પણ પનો ટુંકો પડ્યો: મધરાત (એટલે બાર વાગ્યા) બાદ આવેલી ટીમ કેસ બુક કરી જતી રહી: ભાવનગર જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં, ગાંધીનગર સુધી ફોન કર્યા પણ આ તો વીજ વીજીલન્સ "નો શરમ નો ભલામણ આમ હોય ભાઇ?" એમ કરી બેસી જવુ પડ્યુ: જામનગર પીજીવીસીએલ સર્કલનું નાક વઢાયુ? ના રે ના આવા ચેલેન્જીંગ કેસ હોય ઈ ઉપર ફોરવર્ડ કરતા હોય જો કે સમગ્ર રાજ્યમાં જવાનુ હોય માટે સ્ટેટ વીજીલન્સના રાઉન્ડમાં આવે ત્યા જંગી વીજચોરી થઈ જાય

જામનગર જિલ્લા જીઈબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, હવે શું થશે? ભારે કરી બારોબારના કે ખુણાખાચરાના ખનીજ ખનન, ભરડીયા, બોરવેલ વર્ક, પંપીંગ, મીલ, સર્વિસ સ્ટેશન્સ પ્રોસેસ સેન્ટરમાંથી કોક કોક વીજચોરી તો નથી કરતા ને? તપાસ કરો સબડીવીઝનના તો ક્યારેક  હાથ બંધાયેલા હોય છે: ક્યાંક ક્યાંક પાર્ટી પ્લોટ, સેલ, શો, હોટલો, એપાર્ટમેન્ટ, ફંક્શન્સ, શોરૂમ્સ, ખાનગી કચેરીઓ વગેરેમાં ક્યાંય વીજ લોડ ડીસક્લોઝ ન કર્યો હોય તેવુ બને પણ કોણ જાય? ફોન આવી જાય, દબાણ આવી જાય જેમ બાતમીદાર સક્રિય હોય તેમ રખેવાળો પણ સક્રિય હોય છે ભલેને પાછા પડતા હોય

જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી સાથે ભરત ભોગાયતા)

સૌ પ્રથમ તો હાલારમાં ચોમેર થતી ચર્ચા જોઇએ તો જામનગર પીજીવીસીએલ વિભાગનું નાક કપાયા જેવી સ્થિતિ સામે આવી છે, ખાસ માહિતીને આધારે વડોદરા જીયુવીએનએલ ટીમે જામનગર ગ્રામ્યમાં બે સ્થળોએ વીચોરી ઝડપી પાડી છે. બે કનેક્શનમાંથી અંદાજે દોઢ કરોડની વીજચોરી ઝડપી હોવાનું સામે આવ્યું છે ત્યારે બહારની એજન્સીના દરોડાના પગલે જામનગરના સ્થાનિક અધિકારીઓએ ફોન ઉઠાવવાના બંધ કર્યા હતા. કેમકે જામનગર જિલ્લામાં  થઇ રહેલી ચોમેર ચર્ચા મજબ રાજકિય ઓથ ધરાવતા હોવા છતા સ્ટોન ક્રશર ઉપર છે ક વડોદરાથી વીજ વીજીલન્સ કેમ ત્રાટકી? જો કે બાતમી ઘણા સમયથી હતી પરંતુ જામનગર સર્કલ પીજીવીસીએલ પગલા ન લેતા હોવાની ચોમેર ચર્ચા થાય છે તેમજ વીજચોરી મધરાત બાદ પકડાઇ ત્યારે આ ચોમેર થય રહેલી ચર્ચા મુજબ રાજકીય માથાએ ધમપછાડા બહુ કર્યા પણ મધરાત બાદ આવેલી ટીમ કેસ બુક કરી જતી રહી. નો શરમ નો ભલામણ આમ હોય ભાઇ? તેમ કરી આ રાજકીય માથુ પોતે ટુકો પનો પડતા બાદમાં ભાવનગર જિલ્લામાંને રાજકોટ જિલ્લામાં તેમજ ગાંધીનગર પણ ફોન કરેલા તેમ પણ જાણકારો કહે છે પરંતુ છતાય કઇ રાહત ન થઇ ને જંગી મસમોટી બેધડક થતી ચોરી ઝડપાઇ અને આ ભાઇ નિરાશ થઇ બેસી ગયા. આ ચર્ચા ખુબ થઇ રહી છે તેમ વિજ સુત્રોએ વાયા વાયા જણાવ્યુ છે આ દુર્ઘટના સમાન દરોડા અંગે કોણ ફુટ્યુ? કોણ છે બાતમીદાર? સાચવતાતા તોય કેમ એમ થયુ? લાકડીયો તાર કાં ન ફર્યો? નતર તો ઘણા સંજોગોમાં જાણ થઈ જાય છે તો ઉંઘતા કા ઝડપાયા? લોકલ ને તો બે ત્રણ વાર વળાવી દીધા તા ને? ભલામણ કેમ ન ચાલી? વગેરે સવાલ સાથે ના સુસવાટ થતા હશે કે નહી? તે પણ ચબરાકોમા ચર્ચા છે તો વળી વિજ વિભાગે રાતના બે વાગ્યાની કાર્યવાહી બીજા દિવસે સાંજે સાત વાગ્યે જાહેર કરી નતર તો ચેકીંગ ડ્રાઇવ પરત થાય ત્યાં તો કેસ ફીગર વિસ્તાર તરત જાહેર થઇ જાય છે. 

વિજ વિભાગે ગત મધરાતની કાર્યવાહી તારીખ ૨ માર્ચના સાંજે સાત વાગ્યે જાહેર કરી બહુ મોડુ કર્યુ કારણ હશે કઇક. તા: ૦૧/૦3/૨૦૨૩ ના રોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના વિજીલન્સ વિભાગ દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળના સિક્કા પેટા વિભાગીય કચેરી હેઠળના ખટીયા બેરાજા વિસ્તારમાં કુલ-૮ જેટલી વીજ ચેકિંગ ટીમો તેમજ જીયુવીએનએલ પોલીસની ટીમોના રક્ષણ સાથે વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ. સદર વીજચેકિંગ દરમ્યાન બે સ્ટોન ક્રશરના વીજ જોડાણમાં ગેરરીતી માલૂમ પડેલ હતી.

આ યાદીમા વધુમાં જણાવાયુ છે કે તા. ૦૧/૦3/૨૦૨૩ ના રોજ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ-વડોદરાના વિજીલન્સ વિભાગ દ્વારા જામનગર વર્તુળ કચેરી હેઠળના સિક્કા પેટાવિભાગીય કચેરી હેઠળના ખટીયા બેરાજા વિસ્તારમાં કુલ-૮ જેટલી વીજ-ચેકિંગ ટીમો તેમજ જીયુવીએનએલ પોલીસની ટીમોના રક્ષણ સાથે વીજચેકિંગની કામગીરી કરવામાં આવેલ. સદર વીજચેકિંગ દરમ્યાન બે સ્ટોન ક્રશરના વીજ જોડાણમાં ગેરરીતી માલૂમ પડેલ હતી.

જે પૈકીના જયેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના જોડાણમાં વીજ મીટર વિના બિન અધિકૃત રીતે લંગર થી ૩૫.૯૫ કી.વો. વિજભાર માં વીજ વપરાશ માલૂમ પડેલ, જ્યારે અન્ય બીજા મે. દેવી કૃપા સ્ટોન ક્રશર નામના ધંધામા મહીપતસિંહ જાડેજાએ વીજ-જોડાણ માં વીજ ટ્રાન્સફોર્મર પરથી ડાયરેક્ટ વાયરથી લંગર નાંંખી મીટર બાયપાસ કરી, કુલ-૧૬૮ કિ.વો. વિજભાર જોડી વીજ વપરાશ માલૂમ પડેલ. આમ, ગેરરીતી સબબ બંને જોડાણોના પાવર સપ્લાય કાપી આગળની કાયદેસરની કાર્યવાહી વીજ અધિનિયમ-૨૦૦૩ની કલમ ૧૩૫  મુજબ હાથ ધરવામાં આવેલ છે. સદર બંને જોડાણોના પૂરવણી બિલની અંદાજીત રકમ રૂપિયા ૧.૪૨ કરોડ જેટલી છે.

કરોડોની વીજચોરી ઝડપાય છે બાદમા રૂપીયાની વસુલાત થાય છે? તંત્રના બંદોબસ્ત તેમજ  ડ્રાઇવ માટેના ખર્ચ માથે પડે છે કે શુ? કલેક્ટર સંકલન વખતે તો ૨૭૮  કરોડ જેટલી બાકી વસુલાત રેકર્ડ ઉપર નોંધાય છે

જામનગર પીજીવીસીએલ સર્કલ જેમા જામનગર જીલ્લો ને દ્વારકા જિલ્લો આવે છે તેમા હાઇવે ટચ ધાબા હોટલમા જંગી વીજચોરી વીજ સ્ટેટ વીજીલન્સે ઝડપેલી હાયડો થ્યો તો જામજોધપુર પંથકમાંથી જંગિ વીજચોરી કરતા ભરડીયા ઝડપાયેલ તો ક્યાક ચોરાવ ટ્રાન્સફોર્મર લગાવી કોક ચોરી કરતુ ઝડપાયેલુ અગાઉ જામનગર સીટી માંથી મોટી વીજચોરી ઝડપાતી હતી હમણા લાંબા સમયથી સીટીમાં કઇ વીજ ઝટકા લગાવે તેવી વિજચોરી તંત્રને મળી નથી તેમાં  વળી ગ્રામ્યમાં કાલ બે જંગી ચોરી કેસ મળ્યા છે પરંતુ આ બધી વીજચોરીના કેસની રકમ જાહેર થાય છે પછી વસુલાત થાય છે? ના, તેમજ વારંવાર ચેકીંગ ડ્રાઇવ સર્કલની કોર્પોરેટની યોજાય છે ત્યારે આંકડાને કેસ જાહેર થાય છે તેમા દર વખતે લાખોના દંડનીય બીલ ફટકારાયા બાદ વસુલાત ન થાય તો મતલબ શું? ઉપરથી ડ્રાઇવનો ખર્ચ માથે પડે ને?