અન્ય ત્રણ નાસી જતા શોધખોળ હાથ ધરાઈ  

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં લતીપર ગામમાં રહીને ખેતીકામ કરતા સનીયાભાઈ મોહનીયાનું જમાઈ મુકેશ મોહનભાઈ મેહડા તથા તેની સાથે રહેલા છ શખ્સોએ અપહરણ કર્યું હતું, જમાઈ મુકેશની પત્ની રિસામણે આવી ગઈ હોવાથી અને પરત જાય તેમ ન હતી તેથી લગ્ન સમયે આપેલા બે લાખ રૂપિયા કઢાવવા માટે સસરાનું અપહરણ કર્યું હતું. સાસુ દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા અને ધ્રોલ પોલીસે મુખ્ય સૂત્રધાર મુકેશ મોહનભાઇ મેહડા તથા થાનસિંગ ધીરુભાઈ મેહડા અને જગદીશ મોહનભાઇ મેહડા નામના ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી લાકડાના ધોકા તથા પાઇપ સહિતના હથિયાર કબ્જે કર્યા છે. તથા અન્ય ત્રણ શખ્સ વિક્રમ ગુમાન ડાવર, મેરસિંગ જદુભાઈ ડાવર અને કમલેશ ચૌહાણ નાસી ગયા હતા તેની શોધખોળ હાથ ધરી છે.