પર્યાવરણની જાળવણી જ ટોચ અગ્રતા રહેશે: આર.ઓ. કલ્પનાબેન
જામનગરની એક હોસ્પીટલને બાયો વેસ્ટ માટે દંડ તો આ વેસ્ટ મેનેજમેન્ટ કરનાર એજન્સીની કાર્યવાહીની સઘન તપાસ: જીપીસીબીનો સપાટો: દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટનું આ કેવુ મેનેજમેન્ટ...?: બીજી તરફ લોકો પુછે છે કે (ડો. દેવાંશુ શુકલ ઓર્થોપેડીક સર્જન સુમેર ક્લબ રોડ લગભગ તો જેઓ ફુરસતમાં જ હોય છે તેમના માર્ગદર્શનમાં છેલ્લા સોળ વર્ષમા) દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટનું આ કેવુ મેનેજમેન્ટ...? કહેવાય કેમકે જીપીસીબી દ્વારા આ વેસ્ટ પ્રોસેસ સાઇટ જ્યાં છે તે હરીપરમાં જેસીબીથી ખોદકામ કરાયુ તો બાયોવેસ્ટના ગંજ નીકળ્યા હતા... હજુ ચોંકાવનારી વધુ વિગતો બહાર પડશે જ તપાસ ચાલુ છે: દેવ બાયોવેસ્ટની વિગતો મેળવાઇ રહી છે
પર્યાવરણની જાળવણી જ ટોચ અગ્રતા રહેશે તેમ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના રીજીયોનલ ઓફીસર કલ્પનાબેન પરમારે જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કે જામનગરની એક હોસ્પીટલને બાયોવેસ્ટ માટે દંડ કરાયો છે તો બાયોવેસ્ટ મેનેજમેન્ટ કરનાર દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટ એજન્સી જેના સંચાલક ડો. દેવાંશુ શુકલ છે તેમની કાર્યવાહીની સઘન તપાસ પણ હાથ ધરાઇ છે તેમજ અન્ય આયામોથી પર્યાવરણ જળવાય અને પ્રદુષણ નિયંત્રણ થાય તે માટે બોર્ડનુ સમગ્ર તંત્ર કટીબદ્ધ છે.
બીજી તરફ લોકો પુછે છે કે (ડો. દેવાશુ શુકલ ઓર્થોપેડીક સર્જન સુમેર ક્લબ રોડ લગભગ તો જેઓ ફુરસતમાં જ હોય છે તેમના માર્ગદર્શનમાં છેલ્લા સોળ વર્ષમાં) દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટનુ આ કેવુ મેનેજમેન્ટ...? કહેવાય કેમ કે જીપીસીબી દ્વારા આ વેસ્ટ પ્રોસેસ સાઇટ જ્યાં છે તે હરીપરમાં જેસીબીથી ખોદકામ કરાયુ તો બાયોવેસ્ટના ગંજ નીકળ્યા..! હતા જો કે વધુ સ્ફોટક વિગતો બહાર આવશે કેમકે તપાસ ચાલુ છે અને દેવ બાયોવેસ્ટની વધુ વિગતો મેળવાઇ રહી છે.
જામનગર જીલ્લા અને દ્વારકા જિલ્લા માટે બાયો મેડીકલ વેસ્ટના સુયોજીત નિકાલ થાય તે માટે જીપીસીબીએ એજન્સી નિયત કરી છે તે દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટની સાઇટ હરીપર (લાલપુર રોડ) ઉપર છે અને ત્યાં જમીનમાં પ્રોસેસ વગરનો બાયોવેસ્ટ દાટી દીધાની સરપંચની ફરિયાદના પગલે (દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટ વાળા કોઇ ને સાચવતા નથી એટલે નહી પરંતુ પર્યાવરણના હિતમાં અને જન આરોગ્યના હિતમાં આવી ફરિયાદો આ એજન્સી સામે ઉઠે છે. તેમજ પ્ર.નિ.બો.ની શરતોના સો ટકા પાલન થતા નથી તેમ પણ જાણકારો કહે છે તેમજ ખાસ કરી ને કલેક્શનની ચોક્કસ પ્રક્રિયા ચોક્કસ રીતે પરીવહન ચોક્કસ રીતે પ્રોસેસ અને સ્ટાફની સુરક્ષા વગેરે અનેક બાબતોની તપાસ પણ જરૂરી હોવાની વાતો થાય છે) જેસીબીથી ખોદકામ કરાયુ તો પ્રોસેસ વગરનો બાયોવેસ્ટ ચોંકાવનાર રીતે મળી આવ્યો હોઇ એજન્સી સામે તપાસ શરૂ કરાઇ છે જેમા કન્સેન્ટ મુજબ તમામ સ્ટેજે કાર્યવાહી થાય છે કે નહિ તે ચેક કરવામાં આવશે તેમ પણ પરમાર મેડમે જણાવ્યુ છે.
બાયો મેડીકલ વેસ્ટ શું છે...? તેની ગંભીરતા શા માટે છે તે જાણીએ
હોસ્પીટલ, દવાખાના, લેબોરેટરી, રેડીયોલોજી સેન્ટર વગેરેમાંથી સારવાર ઓપરેશન પરીક્ષણ નીરીક્ષણ દરમ્યાન જે કચરો નીકળે છે તે બાયો મેડીકલ વેસ્ટ કહેવાય છે. માનવ પેશીઓ, દૂષિત લોહી, શરીરના પ્રવાહી, ત્યજી દેવાયેલા ફાર્માસ્યુટિકલ્સ, દવાઓ, દૂષિત કપાસ, પટ્ટીઓ અને સોય, કાચ, પ્લાસ્ટર, પસ પરૂ ઓપરેટેડ પાર્ટસ ઓર્ગન, યુઝ કરેલી બ્લેડ, સ્કેલ્પલ્સ અને લેન્સેટ સહિતની તીક્ષ્ણ વસ્તુઓ આ કચરાનો ભાગ છે. બાયોમેડિકલ વેસ્ટનો સંગ્રહ અને નિકાલ આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, સ્વચ્છતા કર્મચારીઓ અને સામાન્ય લોકો માટે સૌથી મોટો ખતરો છે.
જૈવિક કચરાના યોગ્ય જીવાણુ નાશકક્રિયાના અભાવના પરિણામે હસ્તગત રોગપ્રતિકારક ઉણપ સિન્ડ્રોમ (એઇડ્સ), હેપેટાઇટિસ બી અને સી, ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસ સિન્ડ્રોમ (સાર્સ), ટિટાનસ, માનસિક આઘાત અને અન્ય રોગો થાય છે. પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.
કેમકે આ બાયો મેડિકલ વેસ્ટમાંથી આરોગ્યને નુકશાન થાય તેવા જીવાણુ અને વિષાણુ હોવાથી એચઆઈવી જેવા ખતરનાક વાયરસ ફેલાવાનો ભય રહે છે. હવે અને પાણીથી થતાં વાયરસને ફેલાવો જીવલેણ પણ હોય શકે છે. આ વેસ્ટને સળગાવવાથી ધુમાડા રૂપે હવામાં વાયરસ ફેલાય છે.
મેડિકલ બાયો વેસ્ટમાં ગાયનેક અને સર્જરી વિભાગમાં વધારે ખતરારૂપ અને વ્યાપક પ્રમાણમાં બાયો વેસ્ટ નીકળતા હોય છે. જેમાં શરીરના કેટલાંક અંગોનો પણ સમાવેશ થાય છે.આ કચરાના નિકાલની વ્યવસ્થા અંગે , દરેક વેસ્ટના અલગ પ્રકાર હોય છે. જેમ કે શસ્ત્રક્રિયા દરમિયાન થયેલો વેસ્ટ અને પ્લાસ્ટીક તથા તીક્ષ્ણ વસ્તુઓનો જેમ કે ઈંજેકશન વગેરે જૈવિક કચરાના નિકાલ માટે પીવી અને રેડ પ્લાસ્ટીક એમ બે બકેટ રાખવામાં આવે છે અને નકકી કરવામાં આવ્યું હોય તે મુજબ તેનાં નિકાલ થાય છે.
બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પોલ્યુશન બોર્ડના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડે છે. તેના નિયમોના ભંગ બદલ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા 2002માં નિયમો બનાવાયા અને આ નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવે છે. આ બાયો વેસ્ટના નિકાલ પાછળ ડોકટરની પણ મહત્વની ભૂમિકા હોય છે. દરેક ડોકટર ખાસ પાલન કરીને બજાવે તે જરૂરી છે.
પ્રત્યેક સ્માર્ટ સિટી માટે બાયો મેડિકલ વેસ્ટનું ખૂબ મહત્વ છે. કારણ કે પ્રજાજનોની સંખ્યા વધારે હોય છે. તેથી દરેક કાયદાનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત બને છે. આવેસ્ટથી જો ટીબીના દર્દીનો વેસ્ટ સરખો ડિસ્પોઝ ન થતયો હોય તો તે હવામાં રોગના જંતુ ફેલાવે છે. અમુક પ્રકારના વેસ્ટ પાણી સાથે ભળવાથી રોગનો ફેલાવો કરે છે અને ટોકસીક ગેસના કારણે શ્ર્વાસનું ઈન્ફેકશન થવાનો ભય રહે છે.
૯૯૬ મેમ્બર છે તો બાકીના બાયો વેસ્ટ ક્યા ફેંકે છે...?
જામનગર અને દ્વારકા જિલ્લા માટે બાયોવેસ્ટ મેનેજમેન્ટ માટે દેવ બાયોવેસ્ટ મેનેજમેન્ટને પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું ઓથોરાઇઝેશન છે જે અનેક નિયમોને અને શરતોને આધીન છે અને બંને જીલ્લાના બાયોવેસ્ટ ઉત્પન્ન કરતા દવાખાના, હોસ્પિટલ, લેબ વગેરે તેના મેમ્બર છે એટલે કે આ લોકોને ત્યાંથી આ એજન્સી બાયો વેસ્ટ સાઇટ ઉપર સંભાળીને લઇ જઇ પ્રોસેસ કરી નિકાલ કરવા કલેક્ટ કરે છે ત્યારે હાલ માત્ર ૯૯૬ જ મેમ્બર છે તો બાકીના દવાખાના હોસ્પી. વગેરે બાયો વેસ્ટ ક્યા ફેંકે છે...? તે સવાલ સહેજે થાય છે.
રાજાશાહી તળાવ હાથ વગુ, બેફામ ફેંકાતા રેસ્ટોરન્ટ, હોટલ, વેસ્ટબાયો, વેસ્ટ ઇન્ડ., વેસ્ટ સોલીડ વેસ્ટ...તે સિવાયના પણ છુપા સ્થળો છે
જામનગરની મધ્યમા આવેલુ રાજાશાહી વખતનુ અને જામનગરની શાન સમુ લાખોટા તળાવ તેની સુંદરતા માટે જાણીતુ છે પરંતુ તેમા બેફામ ફેંકાતા રેસ્ટોરન્ટ, હોટલ, વેસ્ટ બાયો વેસ્ટ ઇન્ડ. વેસ્ટ સોલીડ વેસ્ટ... વગેરેના કારણે ગંદકીને આરોગ્ય ઉપર ખતરો વધે છે જો કે ખાસ તો બાયોવેસ્ટ ફેંકવાના તળાવ સિવાયના પણ છુપા સ્થળો છે જેમા કોક સેલર, કોક કચરાપેટી, કોક ખુણો, ખાચરો, કોક અગાસી, કોક નદીઓ, કોક કેનાલો, કોક કચરાના ઢગલા વગેરે જગ્યાએ આવા જોખમી વેસ્ટ ફેંકાતા હોવાનુ સુત્રો કહે છે.
0 Comments
Post a Comment