જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગરમાં આવેલ ગાંધીનગર નવા સ્મશાન પાસે ખોડીયાર હોલની બાજુમાં રહેતી 26 વર્ષની સપનાબા લાલુભા સરવૈયા નામની પરણિતા ગઈ તા. 14ના સવારે પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે. 

આ પરણિતા મધ્યમ બાંધો, ઘઉંવર્ણ વાન, સાડા ચાર ફૂટની ઉંચાઈ ધરાવે છે. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના  મો.97731 79282નો સંપર્ક કરવો. આ પરણિતાએ છેલ્લે લીલા કલરનો બાંધણી વાળો ડ્રેસ તથા સફેદ કલરની ચોયણી પહેર્યો હતો.