ખંભાળિયા નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારના પૂર્વ સરપંચ લાલજીભાઈ દેવશીભાઈ નકુમ (ખાખી) પરિવાર દ્વારા સોમવાર તારીખ 13 થી તારીખ 20 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ - ધરમપુરના ઉપક્રમે મહાપ્રભુજીની બેઠકથી આગળ આવેલી આંબાવાડી પ્રાથમિક શાળાની બાજુમાં વીર બાલાજી હનુમાન મંદિરના વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગમાં જાણીતા કથાકાર શાસ્ત્રી ભાવેશભાઈ આરંભડીયા (કુવાડીયા વાળા) બિરાજી અને કથામૃતનું રસપાન કરાવશો.
આ પ્રસંગે સોમવારે સાંજે પોથી યાત્રા, બુધવારે પરીક્ષિતનું ગંગા ગમન, શુક્રવારે વામન અવતાર તેમજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ બાદ આગામી સોમવારે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સહિતના વિવિધ ધર્મોમય કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.
ધર્મપ્રેમી જનતાને સવારે 9 થી 12 તથા સાંજે ત્રણથી છ સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક લાલજીભાઈ ખાખી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
0 Comments
Post a Comment