ભગવાન કૃષ્ણના જીવન આધારિત કલાકૃતિઓ જોઈ લોકો થયા અભિભૂત
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની પાવન ભૂમિ પર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત દ્વારકા ઉત્સવ ૨૦૨૩ નો પ્રારંભ મહાનુભાવો અને ભાવિકોની ઉપસ્થિતિમાં સર્કીટ હાઉસ પાછળ , ભડકેશ્વર મંદિર પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતો.
આ તકે ઇન્ચાર્જ કલેકટર ભૂપેશ જોટાણિયા જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધિશે પોતાની કર્મભૂમિ તરીકે દ્વારિકા નગરી હોવીની પસંદગી કરી એ આપના સૌ માટે ગૌરવની વાત છે. આજે એજ પવિત્ર ભૂમિ પર દ્વારકા ઉત્સવ ૨૦૨૩નું આયોજન થઈ રહ્યું છે.
ઇન્ચાર્જ કલેકટર વધુમાં જણાવ્યું હતું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશા નિર્દેશનમાં ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનવું છે. જેમાં પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ મહત્વનું પાસુ છે. જેના માટે દેશમાં અનેક સાંસ્કૃતિક સ્થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકાસવવાનું નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં સૌ કોઈ આનંદિત થઈ દ્વારકા ઉત્સવને માણીએ.
આ તકે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્સવપ્રિય રહી છે. દેશના ખૂણે ખૂણે અલગ અલગ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉત્સવો આપણા જીવનનો એક ભાગ છે. જેના થકી મનુષ્ય આનંદીત રહે છે. પવિત્ર યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં હોળીના પાવન પર્વ પર લાખો ભક્તો ભગવાન દ્વારકાધીશ સંગે હોળી રમવા પધારી રહ્યા છે.
વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશા દર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં સાંસ્કૃતિક સ્થળો તથા પ્રવાસનધામો ખૂબ વિકાસ કર્યો છે. વિખ્યાત શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ તેમજ બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધિન કેબલ સ્ટેન્ડ બ્રિજ પવિત્ર દ્વારકા નગરીમાં પ્રવાસન ક્ષેત્રમાં યશકલગી ઉમેરી છે.
કાર્યક્રમનો પ્રારંભ તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ રાજકોટના કલાકારો દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું. તેમજ ભગવાન દ્વારકાધીશના સંપૂર્ણ જીવનચરિત્રને ચરિતાર્થ કરતું દેવ દ્વારિકાવાળો સુંદર નૃત્ય નાટિકા જાંજરી ગ્રુપ દ્વારકાના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ વિખ્યાત લોકગાયક કિશોરદાન ગઢવી, નીરવભાઈ રાયચુરા તથા જ્યોત્સનાબેન રાયચુરા દ્વારા પ્રસ્તુત ભગવાન કૃષ્ણના જીવન આધારિત પદો અને લોકસંગીત સાંભળી ઊપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા.
આ તકે સાંસદસભ્ય પૂનમબેન માડમ, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, મામલતદાર વિક્રમ વરૂ, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, નગરપાલીકા પૂર્વ પ્રમુખ જ્યોતીબેન સામાણી, લુણાભા સુમણિયા, વિજયભાઈ બુજડ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment