જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

આવતીકાલે ગુરૂવાર તા. 23 ના રોજ ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના જન્મદિવસ નિમિત્તે સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા સલાયામાં શ્રી હરસિદ્ધિ માતાજીએ ધ્વજારોહણ તથા સ્લમ વિસ્તારમાં નાસ્તાનું વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સલાયા રઘુવંશી સમાજના અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ સલાયામાં આવેલ પ્રાચીન શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે નૂતન ધ્વજારોહણ તેમજ સલાયાના સ્લમ વિસ્તરોમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સલાયા ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહેશે.