આઇસીડીએસ દ્વારા ત્રણ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન: પોષણ પખવાડિયામાં મિલેટ થી થતા ફાયદા અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

જામનગર મોર્નિંગ - ભાવનગર (ઈલાયત જુણેજા) 

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા નો તા. 20 માર્ચના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પોષણ પખવાડિયું તા. 20 માર્ચથી 3 એપ્રિલ સુધી રહેશે આ પોષણ પખવાડિયા દરમિયાન ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.

આઇસીડીએસ વિભાગ દ્વારા તા. 20 ના પોષણ પખવાડિયા નો પ્રારંભ પોષણ શપથ તેમજ અવનવી વાનગીઓનું વાનગી પ્રદર્શન, તા. 21 માર્ચના મિલેટ આધારિત અન્નપ્રસન્ન દિવસ, તા. 22 માર્ચના પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડીમાં કિચન ગાર્ડન મિલેટના વાવેતર ની સમજણ અને ગૃહ મુલાકાત, તા. 23 માર્ચના મીલેટ માંથી મળતા વિટામીન અને પોષણ જાગૃતિ લાવવા અંગે કિશોરી મીટીંગ, તા. 24 માર્ચના મિલેટ સંબંધિત પ્રશ્નોત્તરી રાખી વિવિધ સ્પર્ધાઓનું આયોજન, તા. 25 માર્ચના સગર્ભા માતા તેમજ ધાત્રી માતા સાથે મીટીંગ કરી મિલેટ ના ફાયદા સમજાવવામાં આવશે, તા. 26 માર્ચના આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવતી ગૃહ મુલાકાતમાં મિલેટ માટે જાગૃતતા લાવવામાં આવશે, તા. 27 માર્ચના કુપોષણ ના કરવામાં મીલેટ ની ભૂમિકા વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન, તા. 28 માર્ચના પોષણ પખવાડી અંતર્ગત સ્વાસ્થ્ય બાળક સ્પર્ધા નું ઘટક કક્ષાએ આયોજન, તા. 29 માર્ચના શાળા કક્ષાએ મિલેટ મેળા, તા. 30 માર્ચના મિલેટ આધારિત તંદુરસ્ત આહાર પ્રથાઓ પર જાગૃતિ શિબિર, તા. 31 માર્ચના પોષણ પખવાડિયા અંતર્ગત મિલેટ જાગૃતિ રેલી, તા. 1 એપ્રિલના પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડીમાં કિચન ગાર્ડનના વાવેતર અંગેની સમજણ, 2 એપ્રિલના વિટામીન અને પોષણ અંગેની જાગૃતિ લાવવા માટે કિશોરી મીટીંગ તેમજ વર્કશોપ, તા. 3 એપ્રિલના મિલેટ  સંબંધિત પ્રશ્નોત્તરી રાખી તેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.