જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયાના ધારાસભ્ય તેમજ વન પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનું આજરોજ ખંભાળિયામાં આગમન થયું હતું. શહેરમાં વિવિધ સેવા કાર્યોના ખાત મુહૂર્ત પ્રસંગે તેમની હાજરી બાદ ખંભાળિયામાં રહેતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તેમજ સલાયાના પ્રભારી પરેશભાઈ કાનાણીના નિવાસ્થાને તેમણે ખાસ મુલાકાત લીધી હતી.

અહીં તેમણે વિવિધ સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, હોદ્દેદારો તેમજ યજમાન પરેશભાઈ કાનાણી પરિવાર સાથે ખાસ ભોજન લીધું હતું અને તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી, શુભેચ્છાઓ પાઠવી હતી.