જામનગર મોર્નિંગ - કાલાવડ (ભરત રાઠોડ)
કાલાવડમાંથી પોલીસે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા પોલીસ સ્ટેશનના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતો ફરતો કાલાવડમાં કુંભનાથપરા, કુંભેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતો રહિશ ઉર્ફે ભાણો નુરમામદભાઈ બ્લોચ નામના શખ્સ વિરુધ્ધ સીઆરપીસી કલમ-70 મુજબનું વોરંટ નીકળ્યું હોય અને કાલાવડની સરકારી હોસ્પિટલના પુલ ઉપર ઉભો હોવાની બાતમી જીતેનભાઈ પાગડાર અને સંજયભાઈ બાલિયાને મળતા પીઆઈ બી. એમ. કાતરીયા અને પીએસઆઈ એચ.વી. વડાવીયાને વાકેફ કરી ઉપરોક્ત શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment