જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા હોળી પર્વ નિમિત્તે આ વિસ્તારના 110 જેટલા જરૂરીયાતમંદ પરિવારોને ખાદ્ય સામગ્રીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ખુબજ નજીવી આવકવાળા રઘુવંશી પરિવારોને સંસ્થા દ્વારા ખાસ પરમીટ આપવામાં આવી છે.

વર્ષ 1982 થી ચાલી આવતી આ સેવામાં મુંબઈના દાતા સદગ્રસ્ત મુળજીભાઈ પાબારી પણ એક આધારસ્તંભ દાતા રહ્યા છે. આ વખતે પણ હોળી પર્વ નિમિત્તે તેમના તરફથી પરિવાર દીઠ 500 રૂપિયાના રાશનની કીટ આપવામાં આવી હતી. દાતાના નિવાસ સ્થાને થયેલા આ વિતરણની સમગ્ર વ્યવસ્થા મહેન્દ્રભાઈ કાનાણી, અશોકભાઈ દાવડા અને નિશીલભાઈ કાનાણીએ ખુબજ સારી રીતે સંભાળી હતી.

કીટ વિતરણની આ પ્રવૃત્તિ સતત 41 વર્ષથી કાર્યરત છે. જે માટે જ્ઞાતિજનો દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળે છે.