આયુષ નિદાન, સારવાર કેમ્પનો લાભ લેતા લોકો

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


દ્વારકા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા આ નિઃશુલ્ક આયુષ નિદાન, સારવાર કેમ્પના પ્રારંભે પરંપરાગત રીતે દીપ પ્રાગટય કરી, આ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં કુપોષિત બાળકોને ખાસ પ્રકારના પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચકર્મ, અગ્નિ કર્મ, મર્મ ચિકિત્સા દ્વારા સારવાર સાથે દરેક લોકોને યોગનું મહત્વ સમજાવી, જાગૃત કરવામાં જાગૃત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર વિવેક શુક્લાએ આયુર્વેદિક દવાઓનું મહત્વ સમજાવ્યું હતું. આ નિદાન - સારવાર કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લઈ અને રાહત મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.વિવેકભાઈ શુક્લ સાથે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન કેર, ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહીલ, દ્વારકા શહેર ભાજપના પ્રભારી મોહનભાઇ બારાઈ, મિલનભાઈ મોદી, તાલુકા વિકાસ અધિકારી સેરઠીયા,તાલુકા હેલ્થ અધિકારી અનુપકુમાર જૈશવાલ વિગેરે સાથે સ્થાનિક આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિવેકભાઈ શુક્લ તથા તેમના સ્ટાફે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.