પટેલકોલોની બેડીરોડ જેવા જાણીતા વિસ્તારનું આ અનઅધીકૃત જોખમી બાંધકામ સતાવાળાઓની નજરે ન ચડયુ હોઇ: એન્જીનિયરો સામે પગલા લેવાની પ્રબળ માંગ: કે પછી બદલી પામેલા કમીશનરે "વહીવટ" કર્યો છે...? ટીપીઓના પાવર ડેલીગેટ કરવાનો ઠરાવ ન કરી પોતાને હસ્તક મલાઇ રાખી'તી: કહેવાતા ચાર્જ ના ઢગલા સંભાળનાર માત્ર મહોરૂ જ છે કે શું...?: એકી બેકી વોર્ડ વારા બે એ ટીપીઓ એક વહીવટ કરે બીજા ખાસ "વહીવટ" કરે: મોસમ પુર બહારમાં હોય ને એજન્ટો કમાવી દે પછી તમારે જોઇએ...? કઇ ઘટે નહી, બધુ "ભેગુ" કરી દે
જામનગરમાં દબાણ કે ગેરકાયદે બાંધકામ કે નદી પુરીને ટેનામેન્ટસ કરી વેચવા લે રીનોવેશનના નામે ત્રણ ચાર માળ ખડકી દેવા રોડ ટચ જગ્યામાં ગમે તેમ બાંધકામ કરવુ એ નવુ નથી જો કે લગત સતાવાળા બધા જ ચબરાક હોય આવુ બધુ ધ્યાનમાં હોય પણ અમુક કારણોસર મોં બંધ રાખે જો કે તેના બદલે અવેજ તગડો હોય કા મોટાબાપુની જોરદાર ભલામણ હોય છે ત્યારે વધુ એક આવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જે સરાજાહેર રીતે પીઝા સેન્ટર ઉપર બાંધકામ થાય છે તે અનઅધીકૃત છે તેવી અરજીનો કોઇ રીપ્લાય પણ અપાયો નથી. ત્યારે જામનગરમાં છડે ચોક મંજુરી વગર ખડકાતો બાંધકામ માચડો કોની ભલામણ...? થી થાય છે તે પ્રશ્ન થાય છે કેમ કે પટેલકોલોની બેડીરોડ જેવા જાણીતા વિસ્તારનું આ અનઅધીકૃત જોખમી બાંધકામ સતાવાળાઓની નજરે ન ચડયુ તેવુ તો બને જ નહી કે પછી બદલી પામેલા કમીશનરે "વહીવટ" કર્યો છે...? ટીપીઓના પાવર ડેલીગેટ કરવાનો ઠરાવ વિધીવત ન કરી પોતાને હસ્તક મલાઇ રાખી'તી કે શુ...? કેમકે બાકી તો એકી બેકી વોર્ડ વારા બે એ ટીપીઓ એક વહીવટ કરે બીજા ખાસ "વહીવટ" કરે. આ મોસમ પુર બહારમાં ચાલે છે અને જુના ઘણા બાંધકામ જેની નોટીસો તોડી પાડવાની હતી તે ગોતી ગોતી આમંત્રણ અપાય છે.
દરમિયાન મુળ વાત જોઇએ તો કમિશનર જામનગર મહાનગર પાલિકાને ફરીયાદ થઇ હતી કે જામનગર મહાનગર પાલિકાના ટી.પી.ઓ શાખામાં કરેલ ઓનલાઈન ફરિયાદ અંગે જવાબ ના આપવા બાબતે તથા પટેલ કોલોની માં યુએસ પીઝા ઉપર ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ પુર્ણ કરવા મદદ કરી રહેલ જેએમસી ભ્રષ્ટાચાર આધિકારી વિષે પર્દાફાશ કરાયો છે.
અરજદાર એ જણાવ્યુ છે કે જામનગર મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ ન -૩માં પટેલ કોલોની સોસાયટી નો-6માં ચાલી રહેલ ગેરકાયદેસર બાંધકામ અંગે જામનગર મહાનગર પાલિકાના ટીપીઓ શાખામાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ બાંધકામ બંધ કરવાને બદલે બાંધકામ પૂરું કરવામાં મદદ કરતાં હોય તેવું જાણવા મળેલ છે. તથા ઓનલાઈન માધ્યમ દ્વારા વારંવાર અરજી કરતાં અરજીનો કોઈ ઉતર આપેલ નથી. તથા હાલના સમયે પણ સ્થળ ઉપર બાંધકામ ચાલી રહેલ છે તે તમો તમારા આધિકારી દ્વારા તપાસ કરાવી શકો છો. તથા આ બાંધકામ પૂર્ણ કરવામાં માટે ટીપીઓ શાખામાં ફરજ બજાવે છે તે જવાબદાર છે તો આવા ભષ્ટાચાર અધિકારીયો ઉપર પગલાં લેવાય એવી અમને આશા છે. તથા અમો દ્વારા કરવામાં આવેલ વારંવાર અરજીનું લિસ્ટ નીચે મુજબ છે તેનો યોગય જવાબ હજુ સુધી ટીપીઓ શાખા દ્વારા કરેલ નથી તેથી અમારી અરજીનો યોગય નિકાલ કરીને ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવે આવી અમને આશા છે. તેવી અરજી એક વર્ષથી કરી છે અને એકવાર નહી અનેકવાર કરી છે.
કોર્પોરેશને બે વખત નોટીસ આપેલ હોવા બાદ પણ સ્થળ ઉપર કામ પુર્ણ થયેલ છે તેના ફોટો રજૂ કરેલ તો ત્યાં સુધી વોર્ડ નં. ૩ના વોર્ડ એજીનીયર શુ કરતા હતા...? (કે પછી "અમારે નોટીસ આપવી પડે તમ તમારે ઝીકો જે દિ ઇમ્પેક્ટ ફી નો નિયમ લાગુ થશે ત્યારે વધુ સટસુટ કરી લેશુ...." એવી સલાહ નહી આપી હોય ને કેમકે) 260-2 અપ્યા બાદ પણ વોર્ડ -૩ ના એંજીનિયર પાસે કોઈ જવાબ છે કે પછી પોતે આવા ગેરકાયદેસર બાંધકામ પુર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે તેમ જણાવી અરજદાર ઉર્વીશા પટેલે ઉમેર્યુ છે કે 260-2 સમયનો યુએસ પીઝાના ફોટો રજૂ કરું છું અને અત્યાર નો ફોટો રજૂ કરું છું તો અત્યાર સુધી કમિસનર વિજય ખરાડી (હાલ બદલી પામેલ) કેમ કોઈ નિર્ણય લેતા નથી તો સાહેબ તમે રજૂ કરેલ ફોટો પહેલા જોવ તો તમને પણ ખ્યાલ આવી જસે અને યોગય નિર્ણય લઈ અને આવા ભ્રષ્ટાચાર અધિકારીયોને મુકત કરવા જરૂરી છે તેવી ફરિયાદ કરી હતી યુએસ પીઝા ઉપર કવર કરી અંદર બાંધકામ પુર્ણ કરાવી રહ્યા છે. જવાબદાર અધિકારીઓ ઉપર કડક કાર્યયાવહી થવી જોઇએ તેવી ઉર્વીશા પટેલે માંગણી કરી છે.
0 Comments
Post a Comment