જામનગર મોર્નિંગ - જામનગર 

હોળી અને ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દ્વારકામાં ખાસ ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આ ઉત્સવમાં સમસ્ત ગુજરાત તેમજ અન્ય જગ્યાએથી વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે આવે છે. ત્યારે રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસીડન્ટ ધનરાજ નથવાણીના સીધા માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓ માટે દ્વારકા જવાના રસ્તા પર રિલાયન્સ કંપની દ્વારા મોટી ખાવડી રિલાયન્સ ટાઉનશીપની સામે ગત તા. 27-2થી પદયાત્રી સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવેલ છે.  આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, પ્રસાદ, ચા-કોફી, નાસ્તા તથા આરામની સુવિધા, ડોક્ટર તથા એમ્બ્યુલન્સની સુવિધા તથા જરૂરી દવા પણ આપવામાં આવે છે. ઉપરાંત ભાઈઓ તથા બહેનો માટે અલાયદા ટોઇલેટની સુવિધા તથા મોબાઈલ ચાર્જ કરવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આસપાસના ગામના યુવાનો, વડીલો તથા બહેનો 24 કલાક માટે પોતાનો સમય અને સેવા આપી આ કેમ્પના માધ્યમથી ભગવાન શ્રી દ્વારકાધીશની સેવા અને ભક્તિનો લાભ લે છે.