જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર જિલ્લના ફલ્લા રામપર ગામમાં થોડા દિવસો પહેલા ત્રણ મંદિરમાં ચોરી આચરનાર પાંચ શખ્સને મુદામાલ સાથે ઝડપી લઈ એક શખ્સ હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ફલ્લા રામપર ગામે મંદિરમાં થોડા દિવસો પહેલા ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના અનુસંધાને જામનગર એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા પીએસઆઈ પી.એન. મોરી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સ્ટાફના અશોકભાઈ સોલંકી, ધાનાભાઈ મોરી, ઘનશ્યામભાઈ ડેરવાળીયા અને રાકેશભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે જામનગરના તાલુકા વિસ્તાર તથા એમપીના જોબટ તાલુકા વિસ્તારમાંથી ચોરી કરનાર શખ્સો આંટાફેરા કરતા હોય જેથી એલસીબી સ્ટાફે રાકેશ રેશીંગભાઈ શિંગાળ (રહે. ઉદેગઢ ગામ પુજારીયા ફળીયુ તા. જોબાટ), રૂમાલ ઉર્ફે રમેશ મંગળસિંગ બજુભાઈ બગન (રહે. મુઈડીગામ તળીયા ફળીયુ તા. ઉદેગઢ), કાપસીંગ ઉર્ફે સુનીલ સુમરસીંગ ગણાવા, રાધુસિંગ ઉર્ફે કમલેશ વેસ્તોભાઈ ગણાવા, સાહેબસિંગ પરસિંગભાઈ ગણાવા (રહે. ત્રણેય મોટી ફુરતલાવ, ગણાવા) નામના પાંચ શખ્સોને ઝડપી લઈ જામનગર તાલુકાના ફલ્લા રામપર ગામે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં, રવેચી માતાજીના મંદિરમાં અને મચ્છૉ માતાજીના મંદિરમાં થયેલ ચોરીના નાના મોટા છત્તર 29 નંગ, મુગટ 2 નંગ કિમંત રૂ. 1,06,800 તથા દાનપેટીની રોકડ રકમ 4000 કુલ મળી રૂ. 1,10,800ના મુદામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યા હતા. જયારે આ ચોરીમાં સંડોવાયેલ બીલાલ દરિયાસિંગ ગણાવા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment