ભવ્ય ગાંધી (ટપુ) ની ઉપસ્થિતિ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

સ્વાતંત્ર્ય સેનાની વીર સપૂત શહીદ ભગતસિંહન 23મી માર્ચ 1931 ભારતમાતાની સ્વતંત્રતા કાજે શહીદી થયા હતા. તેમની યાદમાં શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આજરોજ સવારે ખંભાળિયા સ્થિત ટાઉન હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં એલ.સી.બી., એસ.ઓ.જી., એલ.આઈ.બી. તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી, જીઆરડી, હોમ ગાર્ડ, ટીઆરબી તથા ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને કુલ 161બોટલ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે એસપી નિતેશ પાંડેયની સાથે ડી.વાય.એસ.પી. એસ.એચ. સારડા, પી.આઈ. કે.કે.ગોહિલ, યુ.કે. મકવા, પી.એસ.આઈ.. એન.એચ. જોષી, બી.એમ. દેવમુરારી, એ.બી. જાડેજા, એન.જે. ઓડેદરા, આર.એસ. સવસેટા, વુમન પી.એસ.આઈ. વી.બી. પીઠીયા, એ.જે. ભાદરકા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિગેરે અધિકારીઓ સાથે જોડાયા હતા.

જિલ્લા પોલીસે "રક્તદાન એ જ મહાદાન" સૂત્રને સાર્થક કર્યું હતું. અહીંના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલભાઈ સવજાણીની ઉપસ્થિતિમાં આ કેમ્પમાં રક્તદાન કરનારા તમામને એસ.પી. નિતેશ પાંડેયની સહી વાળું પ્રમાણપત્ર, ચકલીનો માળો, પક્ષીને ચણનું પાત્ર અને એક બોલપેન ભેટ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર પી.વી. કંડોરિયા તરફથી વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે અહીં તારક મહેતાના ઊંલટા ચશ્મા સીરિયલમાં "ટપુ" તરીકે ખ્યાતિ પામેલા ગુજરાતી અભિનેતા ભવ્ય ગાંધીની વિશેષ ઉપસ્થિતિથી રક્તદાતાઓના ઉત્સાહમાં વધારો થયો હતો.