જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ગઈકાલે ધર્મમય કાર્યક્રમો સાથે સન્માન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુ.કે.ના સેવાભાવી ગણાત્રા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડના સમયમાં તેમજ હાલના સમયમાં પણ સંસ્થાને મદદરૂપ થતા દાતાઓ તેમજ સ્વંયસેવકો અને કાર્યકરોબા સન્માન સમારોહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોનાના સમયમાં ઘણા સ્વંયસેવકો દ્વારા પોતાના જીવની પણ પરવા કર્યા વગર સેવાકીય કાર્યોમાં જે સહયોગ આપ્યો હતો, તેનો દિનેશભાઈ ગણાત્રા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ્ઞાતિની જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ગણાત્રા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના આનંદપુર ખાતે મોરારીબાપુની સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ઘણા સેવાકીય પ્રકલ્પો પણ પૂર્ણ કર્યા હતા.

આ ઉપરાંત લોહાણા યુવક પરિવારના પાયાના પથ્થર તેમજ સ્થાપક એવા જગદીશભાઈ ગણાત્રા દ્વારા પણ લોહાણા યુવક પરિવારથી માંડીને શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ સુધી ની આશરે 42 વર્ષની સેવાકીય પ્રવુતિઓ વર્ણવી અને તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સર્વે દાતા સદ ગૃહસ્થનો પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશઓ વિનુભાઈ પંચમતીયા, મનુભાઈ કાનાણી, નિશીલભાઈ કાનાણી તેમજ નિખિલભાઈ મોદી, વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.