ભાણવડ ના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.પ્રકાશ ચાડેગ્રા સાહેબ ના તથા ડો.ભટ્ટ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ સંકલ્પ ગ્રુપ ભાણવડ દ્વારા તથા દિગ્વિજય સિમેન્ટ કંપની ના સૌજન્યથી ખંભાળિયા જનરલ હોસ્પિટલના થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 35 યુનિટ રક્તદાન થયેલ. આ જીવનદાનના સેવાકીય કાર્યમાં સંકલ્પ ગૃપ ભાણવડના એક સહજ પ્રયત્ન તથા હેલ્થ સ્ટાફના સહકાર અને જનરલ હોસ્પિટલના ડો કનારા સાહેબ ની બ્લડબેન્કની ટીમના લેબટેક તન્નાભાઇ અને તેની સમગ્ર ટિમના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરના ઉત્સાહી સ્ટાફ ના ઉમદા સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો.

આ કેમ્પમાં સહભાગી થયેલ પાછતરના સરપંચશ્રી અમરાભાઈ મોરી ,પાછતર સમગ્ર સ્ટાફ , મોરજર આરોગ્ય કેન્દ્ર ના સુપરવાઈઝર ગિરેનભાઈ આહીર ઉપસ્થિત રહેલ અને સર્વે એ રક્તદાન પણ કરેલ. દિગ્વિજય સિમેન્ટ કંપની તરફથી તમામ રક્તદાતા ને ભેટ તથા કાર્યકર્તાઓના ભોજનસમારંભના દાતા બનીને આ કેમ્પમાં લોકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા દાસેવ હોસ્પિટલ ભાણવડ ના દાંત ના સર્જન ડો.હેતલબેન ગોહિલ દ્વારા દાંતના રોગોનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવેલ હતો તેમાં પણ લોકોએ સેવા લીધી.