જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં ગત સાંજે બાવળની ઝાડીમાં બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કેસુ ખીમા ઓડેદરા, સુરેશ માંડણ વિસાણા, હરદાસ અરશી વિસાણા, લીલા રામ મોઢવાડિયા, પ્રતાપ માલદે મોઢવાડિયા, જગા જેસા કારાવદરા, ધીરુ નેભા ઓડેદરા, વેજા નગા મોઢવાડિયા અને રામા ઓઘડ કારાવદરા નામના નવ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 27,050 રોકડા તથા રૂપિયા 25,000 ની કિંમતના છ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 52,050 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.