જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયા પંથકમાં આજરોજ સવારે ઉઘાડ ભર્યા માહોલ બાદ એકાએક વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે બદલાયેલા વાતાવરણ વચ્ચે સવારે આશરે 11:30 વાગ્યે વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને તેજ ગતિથી ફૂંકાયેલા પવન વચ્ચે ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસતા માર્ગો ભીંજાઈ ગયા હતા. ધૂળની ડમરી અને વાજડી સાથેના આ ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું અને થોડા ઘણા અંશે જનજીવન પ્રભાવિત થયું હતું.