જામનગરની જાણીતી પુષ્પક લોજીસ્ટીક્સે કર્યો હતો દાવો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની જાણીતી લોજીસ્ટીકસ કંપની જેના ભાગીદારો ભરતભાઈ જમનાદાસ મોદી, રાહુલ ભરતભાઈ મોદી તથા હિરેન ભરતભાઈ મોદીએ દિલ્હીની કોહિનુર ગ્રેઈન્સ કંપની જેના પ્રોપરાઇટર કશીશ ગર્ગને તા. 14-05-2019થી તા. 11-1-2020ના સમયગાળા દરમિયાન ટ્રાન્સપોર્ટ સર્વિસની જરૂરત પડતા પુષ્પક લોજીસ્ટીક્સે તેમની ટ્રાન્સપોર્ટની સર્વિસ આપી હતી. ત્યારબાદ તે સેવાના બદલમાં પુષ્પક લોજીસ્ટીક્સને કોહિનુર ગ્રેઈન્સ પાસેથી રૂ. 36,52,450.88 લેવાના થતા હતા જે રકમની પુષ્પક લોજીસ્ટીક્સ દ્વારા અવારનવાર ફોન પર તથા ઈમેઈલ દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ હતી. તેમ છતાં કોહિનુર ગ્રેઈન્સ દ્વારા આ રકમની ચુકવણી કરવામાં આવી નહીં. જેથી પુષ્પક લોજીસ્ટીક્સે જામનગરની કોર્ટમાં કોહિનુર ગ્રેઈન્સ સામે બાકી નીકળતી રકમ રૂ. 36,52,450.88 ઉપર વાર્ષિક 18 ટકા વ્યાજ સાથે મેળવવા લેણી રકમનો દાવો દાખલ કર્યો હતો. જે લેણી રકમનો દાવો ચાલી જતા જામનગરની અદાલત દ્વારા વાદી પુષ્પક લોજીસ્ટીક્સના વકિલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજૂઆતો તથા રજૂ કરવામાં આવેલ તમામ ડોક્યુમેન્ટરી એવીડન્સીસ ધ્યાન પર લઈ જામનગરના સિવિલ જજ મહેરીના બી. ડાંગેએ વાદી કંપનીની લેણી રકમ રૂ. 36,52,450.88 વાર્ષિક 18 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે.
આ દવામાં પુષ્પક લોજીસ્ટીક્સ તરફથી પિયુષ વી. ભોજાણી, ભાવિન વી. ભોજાણી, ભાવિન જે. રાજદેવ, કિશોર ડી. ભટ્ટ, સચીન યુ. જોશી તથા અર્શ વાય. કાસમાણી રોકાયેલા છે.    

જામનગરના વેપારીને ચેક પરતના કેસમાં એક વર્ષની સજા અને રૂ.૧૩.33 લાખનો દંડ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના સંજય ચંદ્રકાંત મંગે પાસેથી તેમના મિત્ર ચેતન ગિરધરભાઈ ચાંગાણીએ રૂ.૧૩ લાખ ૩૩ હજાર હાથ ઉછીના મેળવી રૂ.૬ લાખ ૮પ હજાર અને રૂ.૬ લાખ ૭૫ હજારની રકમના બે ચેક આપ્યા હતા. તે બંને ચેક બેંકમાં રજૂ થતાં અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી સંજયભાઈએ નોટીસ પાઠવી હતી. તે પછી પણ બાકી રકમ નહીં ચૂકવાતા સંજયભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે ફરિયાદી તરફથી રજૂ થયેલી દલીલો, પુરાવા અને આર્થિક સધ્ધરતા લક્ષમાં લઈ આરોપી ચેતન ગિરધરભાઈ ચાંગાણીને તક્સીરવાન ઠરાવ્યા પછી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે.
ફરિયાદી તરફથી પિયુષ વી. ભોજાણી, ભાવિન વી. ભોજાણી, ભાવિન જે. રાજદેવ, કિશોર ડી. ભટ્ટ, સચીન યુ. જોશી તથા અર્શ વાય. કાસમાણી રોકાયેલા છે.