સુરત મહાનગરપાલિકા માટે રાજ્યની વડી અદાલતના આદેશ અને ટિપ્પણીઓ સમગ્ર રાજ્ય માટે માર્ગદર્શક
ટી.પી.ડી.પી. પહેલા અને દરમ્યાન છાને ખુણે ખેલાતા ખેલ રમતો અને દાવ માટે જામનગર સહિતની આઠ મનપામાંથી હજુ વધુ અરજીઓ અદાલતમાં થઈ શકે: દ.ગુજરાતના હાલના બે માથાઓ જેમને જામનગરમાં દરેડ ને બેડેશ્ર્વર રોડ પર ઝોન ચેન્જ માટે જાડા ચેરમેન અને ઓફીસ બેરર ઉપર દબાણ કરેલુ તેમના કાર્યક્ષેત્રમાં તેમની સાથે ગઠબંધન કરી કાયદા ચાતરતા આઇએએસનુ અને ટાઉન પ્લાનીંગ અધીકારીનુ હાઇકોર્ટે નાક કાપી લે ત્યાં સુધી ત્યાંના નેતાઓ અને અધીકારીઓ કાયદાને ઠેબે ચડાવ્યો?
અનેક લોકોને નિયમો દેખાડી રવાના કરનારાઓ પોતાના માટે પોતાનાવ માટે કે કોઇ સ્વાર્થ કે અંગત લાભ કે લાલચમાં આવી કાયદાની આગળ નીકળી જાય ને "સૌ નો વિકાસ" કરે તેને "સૌ ના વિશ્વાસ" નું શાસન પ્રસાશન કેમ કહેવાય? સગવડીયા રાજકાજની ચર્ચાઓ બાદ વધુ પ્રકરણો જઇ શકે છે છેક હાઇકોર્ટમાં: મનપાઓમાં બીલાડીની જેમ દુધ પીનારા ચેતશે નહી તો ચુકાદાઓના અભ્યાસ સઘન બનશે અને મનપા શાસકો કે શહેરી વિકાસ વિભાગ કે સીએમઓ ધ્યાન નહી આપે તો ગુજરાત હાઇકોર્ટને ન્યાય કરવાના કામ વધશે અનેક જાગૃત લોકો ફંફોળે છે કેસ...!!!
જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)
આમ તો દક્ષીણ ગુજરાતની ખાસ કરી ને હાલના બે માથાઓની કર્મ ભૂમિ ગણાય છે જેમને જામનગરમાં દરેડ અને બેડેશ્ર્વર રોડના ઝોન ફેર માટે જાડાના ચેરમેન સહિત ઓફીસ બેરર ઉપર દબાણ કરાવેલુ તેમના વિસ્તારના એક ખેલને હાઇકોર્ટે ઊંધો વાળી દીધો છે અને જો તમે બીજાને નિયમો બતાવી રવાના કરી દો છો તો પોતાના કે પોતાનાવના સ્વાર્થ માટે કે કોઇ લાભ માટે કે અન્ય લાલચ માટે નિયમો ચાતરવા અધીકારીઓ ઉપર દબાણ કરાવો છો અથવા અમુક અધીકારી પણ સીડી દેખાડતા હોય છે આ તો થઇ રહેલી ચર્ચાઓની વાત છે પરંતુ કોઇ મ્યુનિસીપલ કમીશનર કે ટીપીઓ ને ખાનગી પાર્ટીના એજન્ટ કહી હાઇકોર્ટ નાક વાઢી લે ત્યાં સુધી કાયદાને અવગણવાની નિતિરીતી તે પણ આઇએએસ અધીકારી ને છાજે?ત્યારે એક મહત્વની વાત છે કે ગુજરાત હાઇકોર્ટ ઉવાચ શું મ્યુ. કમિશનર અને ટીપીઓ ખાનગી પાર્ટીના એજન્ટ છે? ગજ્જબ કેવાય ને? સુરત મહાનગરપાલિકા માટે રાજ્યની વડી અદાલતના આદેશ અને ટિપ્પણીઓ છે તે સમગ્ર રાજ્ય માટે માર્ગદર્શક અને ચેતવણી રૂપ પણ છે ટી.પી.ડી.પી. પહેલા અને દરમ્યાન છાને ખુણે ખેલાતા ખેલ રમતો અને દાવ માટે જામનગર સહિતની આઠ મનપામાંથી હજુ વધુ અરજીઓ અદાલતમા થઇ શકે તેવી શક્યતાઓ છે અને દ.ગુજરાતના હાલના બે માથાઓ જેમને જામનગરમાં દરેડ ને બેડેશ્ર્વર રોડ પર ઝોન ચેન્જ માટે જાડા ચેરમેન અને ઓફીસ બેરર ઉપર દબાણ કરેલુ તેમના વિસ્તાર કે કાર્યક્ષેત્રમાં તેમની સાથે ગઠબંધન કરી કાયદા ચાતરતા આઇએએસનુ અને ટાઉન પ્લાનીંગ અધીકારીનુ હાઇકોર્ટે નાક કાપી લે ત્યા સુધી ત્યાના નેતાઓ અને અધીકારીઓ કાયદાને ઠેબે ચડાવ્યો? અધીકારીઓ પદાધીકારીઓ જ્યારે અનેક અરજદાર કે રજુઆત કરનાર લોકોને નિયમો દેખાડી રવાના કરતા હોય છે પરંતુ પોતાના માટે પોતાનાવ માટે કે કોઇ સ્વાર્થ કે અંગત લાભ કે લાલચમાં આવી કાયદાની આગળ નીકળી જાય ને "સૌ નો વિકાસ" કરે તેને "સૌ ના વિશ્વાસ"નું શાસન પ્રસાશન કેમ કહેવાય? ત્યારે જાણકારોના મતે સગવડીયા રાજકાજની ચર્ચાઓ બાદ વધુ પ્રકરણો જુદી જુદી મનપામાંથી છેક હાઇકોર્ટમાં જઇ શકે છે માટે મનપાઓમાં બીલાડીની જેમ દુધ પીનારા ચેતશે નહી તો ચુકાદાઓના અભ્યાસ સઘન બનશે અને મનપા શાસકો કે શહેરીવિકાસ વિભાગ કે સીએમઓ ધ્યાન નહી આપે તો ગુજરાત હાઇકોર્ટને ન્યાય કરવાના કામ વધશે અનેક જાગૃત લોકો કેસ ફંફોળે જ છે ...!!!
હવે હાઇકોર્ટ ના સુરત મનપા માટે ના અવલોકન ના મુદા જોઇએ તો......1. 6 માર્ચે હાઇકોર્ટમાં રૂબરૂ આવી કમિશનર શાલિની અગ્રવાલ બિનશરતી માફી માંગે,અને એ પેહલા જવાબદારોને સસ્પેન્ડ કરે,અને એની વિગતો રજૂ કરે.
2. ખાનગી વ્યક્તિ ને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો,હાઇકોર્ટે સરકારનાં એડવોકેટ જનરલને તેડાવી સરકારને ખાતાકીય કાર્યવાહી કરવા કહ્યું
3. હાઇકોર્ટની સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી "ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી,કાયદો હાથમાં લીધો,હાઇકોર્ટની ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરી,સમગ્ર મામલામાં જવાબદારોને સસ્પેન્ડ કરી રિપોર્ટ કરો"
4. હાઈકોર્ટ "ન્યાયિક પ્રક્રિયા પડતર હોય ત્યારે અધિકારી નિર્ણય ન લઈ શકે,એડવોકેટ જનરલ બેનને કાનૂની સમજ આપે".વળતામાં એડવોકેટ જનરલ પગલાં લેવા ખાતરી આપી.
5. હાઇકોર્ટમાં ગુહાર લગાવનાર સામાન્ય જનને એવું ન લાગવું જોઈએ કે,તે ન્યાય મેળવવા હાઇકોર્ટ આવ્યો,કોર્ટે કમિશનર અને સરકારને નોટિસ આપી હોવા છતાં અધિકારીઓએ ખાનગી વ્યક્તિને લાભ કરાવવા હાઇકોર્ટની અવગણના કરી ધાર્યું કર્યું.
6. "હાઇકોર્ટમાં પ્રક્રિયા ચાલુ હોવા છતાં અધિકારીઓ ધાર્યું જ કરે,અને કોર્ટમાં આવી માફી માંગી લે એવું નહીં ચાલે,સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે આ કેસમાં એડવોકેટ જનરલને દખલગીરી કરવી પડશે."
0 Comments
Post a Comment