નાના બાળકોને ચકલીની વાર્તા તેમજ બાળગીતો સંભળાવી ચકલીનું મહત્વ સમજાવવામાં આવ્યું

જામનગર મોર્નિંગ - ભાવનગર (ઈલાયત જુણેજા)


 મહુવાની કુંભણ કેન્દ્રવતી શાળા ખાતે શિક્ષક દંપતિ રમેશભાઈ બારોટ અને શીતલબેન ભટ્ટી દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કુંભણ કેન્દ્રવર્તી શાળાના બાળકોને વિશ્વ ચકલી દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેની સમજ આપતા જણાવ્યું કે   આજે 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ, જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ચકલીઓની વસ્તીમાં ઘટાડો થતાં લોકજાગૃતિ માટે દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઘરની ચકલી લુપ્ત થવાના આરે છે. પ્રથમ ચકલી દિવસ 2010માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો.ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે.  શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. 

નાના બાળકો ને ચકી લાવી ચોખાનો દાણો... અને ચકો લાવ્યો મગનો દાણો.... એ વાર્તા  સંભળાવી  ધીમે ધીમે લુપ્ત થતી ચકલીઓ બચાવી શકાય. આજના પ્રસંગે રમેશભાઈ બારડ એ નાનાં નાનાં બાળકોને ચકલીની વાર્તા સંભળાવી હતી અને શીતલબેન ભટ્ટી એ ચકલીના ગીતો સંભળાવ્યા હતાં.