જય જય ઝુલેલાલના ચોમેર નારા સાથે સિંધી ઝમટ પર સમાજ ઝુમી ઉઠ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર સિંધી સમાજના નેજા હેઠળ ગત રવિવારે SSW સાંઈ પરિવાર - જામનગર દ્વારા વેલકમ ચેટીચંડ મહોત્સવ નું સમસ્ત સિંધી સમાજ માટે આયોજન કરાયુ હતું જે કાર્યક્રમ ને લઈ સિંધી સમાજ ના ધર્મગુરુ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલે જી ના આગમન ને લઈ શ્રદ્ધા સાથે સાંઈ જી ની પધરામણી ને લઈ આતુરતા માં રહેલ સિંધી સમાજ વચ્ચે શમી સાંજે જામનગર પધાર્યા હતા. જેમાં ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે ઝુલેલાલ મંડળ સહિત સમાજ ના હોદેદારો આગેવાનો દ્વારા સાંઈ જી નું સ્વાગત કરવામાં આવ્યું

ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખાએ શહેરનાં પવનચક્કી સર્કલ ખાતેથી મોટી સંખ્યા માં સમાજ ના યુવા ભાઈઓ બહેનો વડીલો પદયાત્રા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાની શાનદાર રેલીથી ચો મેર જય ઝુલેલાલ-જય ઝુલેલાલના નારાઓ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં સૌ નાચી ઝુમી ઉઠ્યા અને શહેરાવાળા સાંઈ જીનું ફૂલોની વર્ષા સાથે શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતે પૂજનીય શહેરાવાળા સાંઈજી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાનશ્રી ઝુલેલાલ જીનાં સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ - પ્રવચનનું કાર્યક્રમ શ્રી ગણેશ કરાયું હતું. જેમાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જીવની ચરિત પ્રવચન સમાગમ માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લિન થઈ ભાવવીભોર બન્યું હતું. સાંઈજીના સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.જામનગર સિંધી સમાજના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઈ જાંગિયાણી અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાત ભાતના સંગીતથી સૌને રીઝવ્યા હતા જેમાં સિંધી તાલ ઝમટ પર સારો સિંધી સમાજ જૂમી ઉઠયો સમગ્ર ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા આ સમાગમ ની ઉજવણી કરાઇ. 

SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત વેલકમ ચેટીચંડ ૨૦૨૩ સાથે સમાગમના ની વેળાએ સમાજના ચેરમેન તથા પૂર્વ શહેરી વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર - પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી સેક્રેટરી કિશોર સંતાણી સહિત સમગ્ર સિંધી સમાજની ટીમ હાજર રહ્યા હતા.અને સમાજમાં આ વેલકમ ચેટીચંડ મહોત્સવની ઉજવણીથી સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલજીના જન્મજયંતી ચેટીચાંદની ઉજવણી માં ચાર ચાંદ લાગ્યાની વિશેષ શુભેરછાઓ આયોજકને પાઠવવામાં આવી હતી અંતે આ કાર્યક્રમને રૂડો બનાવવા સમસ્ત સિંધી સમાજની જુદી જુદી પંચાયતોની સમાનતામાં એકતાની મિસાઈલ બની સૌ પોતાના ઇષ્ટદેવ પ્રત્યેની એકગ્રતા શ્રદ્ધા સાથે SSW સાંઈ પરિવારના સૌ જવાનો ભાઈઓ બહેનો એ ફાળવેલ સેવા ખંત મહેનતને સમસ્ત સિંધી સમાજે આ અવસરે બિરદાવી હતી.