શહેરમાં અન્ય બે દરોડામાં 9 નંગ બોટલ સાથે બે શખ્સ ઝબ્બે: એક ફરાર: દેશીદારૂ અંગે કાર્યવાહીમાં 107 લીટર દારૂ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર     

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ પટેલકોલોની નવ નંબરના છેડે શાંતીનગરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી એલસીબીના યશપાલસિંહ જાડેજા, યોહારાજસિંહ રાણા અને દોલતસિંહ જાડેજાને મળતા શાંતીનગરમાં રોડ નં. 5 ગાંધીનગર રોડ પરથી જીજે 02 ડીપી 3802 નંબરની કાર રોકવી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 92 નંગ બોટલ કિમંત રૂ. 36,800 તથા કાર કિમંત રૂ. 2,00,000 કુલ મળી રૂ. 2,36,800નો મુદામાલ કબ્જે કરી શાંતીનગર શેરી નં 6માં રહેતા જયપાલસીંહ ગુલાબસિંહ ચુડાસમા અને વનરાજસિંહ ઉર્ફે મુનો સિવુભા વાઢેર નામના શખ્સોને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો શાંતીનગર શેરી નં. 6માં રહેતો પ્રણવદીપસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને પટેલ કોલોની શેરી નં. 9ના છેડે રહેતો અજયસિંહ લગધીરસિંહ પરમારે સપ્લાય કર્યો હોવાનું ખુલતા બંનેની શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગરમાં અન્નપુર્ણા માતાજીના મંદિર પાસે આવેલ ચોકડી પરથી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બપોરે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની ચાર નંગ બોટલ કીમંત રૂ. 2000 સાથે વિજય ખેંગારભાઈ ચાવડા નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત નાગમતી ભવન આવાસ પાછળ રોડ પરથી આજે બપોરે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવિ પ્રફુલભાઇ કુબાવત નામના શખ્સને રોકાવી તલાસી લેતા તેના કબજમાંથી ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ કિમંત રૂ. 2500 સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જાવીદ નામના શખ્સે પૂરો પાડ્યો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે. 

અને સીટી એ ડિવિઝન પોલીસે ખોજાના નાકા પાસે અને ભાનુશાળી વાડમાં આવેલ ટીંબાફળીમાંથી અરવિંદ ધનજીભાઈ પારીયાને 2 લીટર દેશીદારૂ તથા જાવીદ અલ્લારખા ઉર્ફે જુલો વલીમામદ બ્લોચને 5 લીટર દેશીદારૂ અને ભણગોર ગામની મિલ્ટ્રી વાળી ધાર પાસેથી લાલપુર પોલીસે બાતમીના આધારે જીજે 03 બીસી 9778 નંબરનું મોટરસાયકલ રોકવી તલાસી લેતા 100 લીટર દેશીદારૂ તથા મોટરસાયકલ મળી રૂ. 20,000 કુલ મળી રૂ. 22,000નો મુદામાલ કબ્જે કરી ખીમા ચનાભાઈ ચાવડા નામનો શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.