પાંચ દરોડામાં 68 બોટલ સાથે ચાર શખ્સ ઝબ્બે: ત્રણ ફરાર 

જામનગર મોર્નિંગ - જામનગર    

જામનગર શહેરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તહેવારમાં બુટલેગરો દારૂ વહેંચે અને દારૂની પાર્ટી મનાવે તે પહેલા જ પાંચ દરોડામાં ચાર શખ્સને 68 નંગ બોટલ સાથે ઝડપી લઈ ત્રણ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં શેરી નં. 2 ખાતે રહેતો દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી નામનો શખ્સ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા મંગળવારે રાત્રે રહેણાંક મકાને દરોડો કરી ઈંગ્લીશ દારૂની 18,800 રૂ. 47 નંગ બોટલ, મોબાઈલ ફોન કિમંત રૂ. 5000 તથા મોટરસાયકલ કિમંત રૂ. 30,000 કુલ મળી રૂ. 53,800નો મુદામાલ કબ્જે કરી દિ. પ્લોટ 54માં રહેતો મહેન્દ્ર ઉર્ફે બુસીંગ જેન્તીભાઈ મંગે અને જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઈ ખીચડા નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.    

જયારે જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર સુભાષપરા પાસેથી મંગળવારે રાત્રે સીટી એ ડિવિઝન પોલીસે દરેડમાં રહેતો પરેશ જીવાભાઈ ગોરડીયા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 12 નંગ બોટલ કિમંત રૂ. 6 હજાર સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત જામનગર શહેરમાં આવેલ મોમાઈનગર શેરી નં 3માં મુરલીઘર પાન પાસે મંગળવારે રાત્રે સીટી બી ડિવિઝન પોલીસે શંકાના આધારે જીજે 10 સીબી 0109 નંબરની મોટરસાયકલ રોકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 7 નંગ બોટલ કિમંત રૂ. 3500 તથા મોટરસાયકલ કિમંત રૂ. 25000 કુલ મળી રૂ. 28,500 કબ્જે કરી મયુરસિંહ ઉર્ફે જાકુબ ભરતસિંહ જેઠવા નામનો શખ્સ નાશી જતા શોધખોળ હાથ ધરી છે. 

અને જામનગરમાં મંગળવારે બપોરે ધોરીવાવ રહેતા વિજય રામજીભાઈ ચાંડપા નામના શખ્સને પંચ બી ડિવિઝન પોલીસે ઈંગ્લીશ દારૂની એક બોટલ તેમજ ગોકુલનગરમાં રડાર ગેઇટ પાસે રહેતો રવિરાજસિંહ ગોવુભા રાઠોડ નામના શખ્સને એક બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.