વિદ્યાર્થીઓ, વાલીઓ, વૃદ્ધો સૌ હેરાન: સેન્ટરો ઉપર ભુલાઇ માનવતા: સરકારને બધે જ આધાર લીંક કરાવવા છે પરંતુ આધાર ના જ ઠેકાણા નથી: સેન્ટરો વધારો કા વધુ સીસ્ટમ્સને વધુ સ્ટાફ મુકો: પ્રાજાની પરેશાની સમજો તો ગતિશીલતા આવશે
જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી)
"મારો આધાર મારી ઓળખ" પરંતુ છેલ્લા કેટલાય સમથી આ ઓળખ છિન્ન ભીન્ન થઈ ગઈ છે, રફેદફે થઈ ગઈ છે કેમકે હાલારમાં આધારકાર્ડ સેન્ટરો નિરાધાર હોઈ ઠેર ઠેર કકળાટ જોવા મળે છે તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ, વૃદ્ધો સૌ હેરાન થાય છે કેમકે સેન્ટરો ઉપર માનવતા જોવા મળતી નથી એકબાજુ સરકારને બધે જ આધાર લીંક કરાવવા છે પરંતુ આધાર ના જ ઠેકાણા નથી તો લોકો કેમ લીંકઅપ કરશે...? તે સવાલ છે કેમકે પાનકાર્ડ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ વગેરે દરેકમાં એક સરખુ જ નામ જોઇએ સરનામુ સેઇમ જોઇએ તે સુધારા કરવા પણ કપરા બની ગયા છે માટે લોકોની માંગ છે કે સેન્ટરો વધારો કા વધુ સીસ્ટમ્સને વધુ સ્ટાફ મુકાય તે જરૂરી છે. તેમજ પ્રાજાની પરેશાની સમજો તો ગતિશીલતા આવશે મારા સાહેબ તેવા પોકાર ઉઠ્યા છે.
દરમ્યાન જામનગર શહેરમાં આવેલ આધારકાર્ડ સેન્ટરોમાં અમુક જ સેન્ટરો કાર્યયત હોઈ તે બાબતે જીલ્લા કલેક્ટરને રજુઆત થઇ છે. હાલ વિદ્યાર્થીઓના નવા વર્ષના એડમિશનની કામગીરી શરૂ થઇ રહી હોય તેવા વિદ્યાર્થીઓના આધારકાર્ડ ખૂબ અગત્ય હોઈ તેવા વાલીઓને સહેલાઈથી આધાર કાર્ડ મળી રહે તેવી સૌ ને આશા હોય તે સ્વાભાવિક છે.
એક વાલીની વિતક કથા એમના શબ્દોમાં જોઇએ તો... "સાહેબ તારીખ 24મી માર્ચ ના હૂં મારા છોકરાના આધારે કાર્ડના અપડેટ માટે લાલબંગલો ખાતે આવેલા સેન્ટરની મુલાકત લીધી તેમાં એવું જોવા મળ્યું કે તારીખ 5 સુધી નવા ટોકન આપવામાં નહિ આવે ત્યાર પછી આવો. જિલ્લા પંચાયતના સેન્ટર પર ગયો તેમને એવું કીધું સવારે 10 થી 10.30 જ ટોકન આપવામાં આવશે. બેંક ઓફ ઇન્ડીયામાં તો એકજ વ્યક્તિ છે જે કાર્ડ નું કામ કરે છે તેને ફેક્ચર થઇ ગયો છે તેથી કામગીરી બંધ થઈ છે આવે તયારે ચાલુ થશે. કોટક બેંકમાં કામગરી ચાલુ છે સોમવારથી ટોકન આપવામાં આવશે. આઇસીઆઈસીએ સ્ટાફના અભાવે આ આ કામગીરી થતી નથી. બેંક ઓફ બરોડા પટેલ કોલોની શેરી નં. 2માં તો છેલ્લા એક મહિનાના સમયથી કામગીરી બંધ છે. ઈન્ડસઈન્ડ બેન્કમાં તો છેલ્લા ત્રણ મહિનાથી સ્ટાફના આભાવે આ આધારકર્ડની કામગીરી બંધ થઈ છે તેમ જણાવેલ છે. એચડીએફસી બેંકમાં છેલ્લા ચાર મહિનાથી કામગીરી બંધ છે. સેવા સદનમાં એક જ વ્યક્તિ કામ કરે છે અને તે પણ લિમિટેડ ટોકન આપવામાં આવે છે."
હાલ સ્કૂલમાં નવા એડમિશન માટે આધારકાર્ડ આપવામાં આવે છે. જો આધારકર્ડ ના હોઈ તો એડમિશન શક્ય નથી. તેવા સંજોગોમાં આધાર કાર્ડ બનાવાની પ્રક્રિયા ઝડપી અને સરળ થાય તે માટે જુના સેન્ટરો અથવા નવા બીજા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવા માંગ ઉઠી છે.
0 Comments
Post a Comment