જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી)
ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ ટી.પી. સ્કીમ અમલમાં મુકાય તો સંપુર્ણ માળખાકીય વિકાસ સમય મર્યાદામાં પુરો કરવો ફરજીયાત છે એટલે જ તો કોર્પોરેશનના "કાબા" સતાવાહકોએ દિશામાં આગળ વધતા નથી અને એટલે જ "શહેર આડેધડ વધે છે વિકસતુ નથી".
જામનગર શહેરની વસ્તી દિન-પ્રતિદિન વધી રહી છે. આજે લગભગ સાત લાખથી વધુની વસ્તી ધરાવતા આ શહેરમાં ઊડીને આંખે વળગે તેવો વિકાસ જોવા મળતો નથી. આ માટે મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત પણ જવાબદાર છે. આ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં માત્ર બે ટીપી સ્કીમ બનાવી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ શહેર છે કે કોઈ મોટું ગામડું છે. આપણી નજીકમાં જ જોઇએ તો પોરબંદર નો વિકાસ જોવા જેવો છે તો વળી જુનાગઢ જે બીગ વિલેજ કહેવાતુ તે છેલ્લા દાયકામાં દર્શનીય સીટી બની ગયુ તો રાજકોટ તો અગાઉ આડેધડ જ વધતુ હતુ તે હવે મોટાભાગના લોકો જાણે છે કે સુવિધા સભર વિકાસનગર બની ગયુ પરંતુ એક વખતનુ પેરિસ આ નગર બીજા નગરોથી પાછળ છે.
જામનગરથી તદન નજીકમાં આવેલા રાજકોટ શહેરમાં પ૦ ટીપી સ્કીમ અમલમાં છે, અમદાવાદમાં ર૦૦ ટીપી સ્કીમ અમલમાં છે. તેની સામે જામનગર મહાનગરપાલિકાએ અમલમાં મૂકેલી તેમની પોતાની ફક્ત બે ટીપી સ્કીમ છે જ્યારે અન્ય પાંચ ટીપી સ્કીમ જાડાએ બનાવી છે. જ્યારે બે ટીપી સ્કીમ હજૂ અધ્ધરતાલ છે એટલે કે તેના ઉપર લટકતી તલવાર છે.
જામનગર મહાપાલિકાના ટીપીઓ ધારે તો નવી નવી ટીપી સ્કીમો અમલમાં લાવી શકે. આ માટે દૂરંદેશી જોઈએ, પરંતુ શહેરના ચોક્કસ અધિકારીઓને જાણે વિકાસમાં રસ હોય તેમ ક્યાંય જણાતું નથી. ઉલ્ટાનું એવું કહેવાય છે કે, આ બે અધિકારી એવો માહોલ સર્જી રહ્યા છે કે જાણે તમામ અધિકારી પોતાના ખિસ્સામાં છે. આ બે અધીકારી " લંબુજી-ઠીંગુજીની" જોડી છે.
ભ્રષ્ટાચાર વધ્યો
જામનગર શહેરની વસ્તીમાં છેલ્લા કેટલાક સમયમાં ખૂબ જ વધારો થયો છે. તેની સરખામણીએ વિકાસ જોવા મળતો નથી. શહેરમાં પ્રવેશ માટે આજે પણ વર્ષો જુના એવા ફક્ત ચાર માર્ગો છે. નવા કોઈ રીંગ રોડ બન્યા નથી. આથી એવું ફલિત થાય છે કે અમુક ચોક્કસ બિલ્ડરોને ફાયદો થાય તે પ્રકારની જ કામગીરી થઈ રહી છે. આ તમામ ગતિવિધિ જોતા એવું જણાઈ રહ્યું છે કે, અગાઉના નામાંકિત અધિકારીના ભ્રષ્ટાચારને પણ જોજનો દૂર રાખવામાં હોય તે પ્રકારે કામ થઈ રહ્યું છે.
હદ વધ્યાનો લાભ શું? તળાવ, ગાર્ડન, રીક્રીએશન, સ્મશાન, અંડર-ઓવરબ્રીજ તો વધારતા નથી ઉપરથી " ખેલ " ઉંધા પડ્યા
નગરની હદ વધી તેને ત્રણ વર્ષ તો થઇ ગયા તો બનેલા નવા ગામોની જમીનોમાંથી પાંચ નવી ટીપી સ્કીમ તો આરામથી થાય બીજુ હદ વધતા નગરની ચોતરફ તળાવ, ગાર્ડન, સ્મશાન, સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન સેન્ટર, અન્ડર-ઓવર બ્રીજ વગેરે વધવા જોઇએ તે તો કંઇ દુર રહ્યુ આ વિસ્તારોમાં વર્ષોથી પાણી, ગટર, રોડ, લાઇટ પણ પુરતા નથી તેવીજ બેદરકારી ઝોન ફેરબદલ કે નવા ઝોન જાહેર કરવામાં છે એકંદર જવાબદારી ટાળવા ટાઉન પ્લાનીંગ સ્કીમ મુકાતી જે મુકી તેમાં ટાઉન પ્લાનરનો અભિપ્રાય જાણી જોઇને ન લઇ જો " ઉંટ ના ઉંટ ચાલ્યા જાય" તેમ ઉપરથી મંજુર થઈ જાય તો "જેના થકી જેઓને લાભ અપાવવાનો હતો તે મળી જાય " તેવો કુટીલ હેતુ હતો પરંતુ ૨૦૧૭ પછી શહેરની "જાગીર ના માલીકો" બદલતા ખેલ ઉંધો પડ્યો
0 Comments
Post a Comment