વિધાનસભા ખાતે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંગે વિસ્તૃત માહિતી આપતાં મંત્રી

જામનગરનું ગૌરવ કૃષીમંત્રીએ ગુજરાતમાં ખેતી અને પશુપાલન માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સપોર્ટથી અનેક નોંધપાત્ર કાર્યો કર્યા હજુય ધમધમાટ સિંચાઇ, મહેસુલ, પાણીપુરવઠા સાથે સુચારૂ સંકલન વિધાનસભામા સચોટ માહિતી સાથે જવાબ ચોવીસેય કલાક જનતાની ચિંતા અને યુવાનને શરમાવે તેવી સ્ફુર્તિ આ બધુ જોઇ આપણા રાઘવજીભાઇમાંથી સફળ અને જનસમર્પિતતાની લોકો પ્રેરણા લે છે

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

કૃષીપ્રધાન રાષ્ટ્રના ખેતીમંત્રી કેવા હોય તે માટેનો સંદેશો આપતા નથી તેમના કાર્યો સંકલન અને આજ્ઞાંકિતતા જ સંદેશો છે પ્રેરણા છે લોકોને જાણીને આશ્ચર્ય થશે કે રાત્રે માત્ર ચાર પાંચ કલાક ની જ ઉંઘ લઇ તે સિવાય પોતાના માટે નહી પણ કેબીનેટ મંત્રી તરીકે ના તેમના દરેક વિભાગોના કામ કરી દરેક સરકારી લગત વિભાગોને મોટીવેટ, ઇન્સ્પાયર અને ડેડિકેટ કર્યા છે અને અધીકારીઓ કર્મચારીઓ કર્મયોગી બની રહ્યા છે આ દરેક બાબતો કહેવાની જરૂર નથી માત્ર છેલ્લા વર્ષોની ખેતી, ખેડૂત, પશુ પશુપાલકો, ગ્રામ અને ગામડા વિકાસ પાણી સિંચાઇ વગેરે સર્વે તેમના સમયના જોઇએ તો કામ બોલે છે  તેમજ તેઓ વડાપ્રધાન મોદીજીમાંથી પ્રેરણા લે છે મુખ્યમંત્રી ભુપેન્દ્રજીનું સઘન માર્ગદર્શન લે છે સાથે સાથે વિભાગો જે લગત છે તે સિવાય પબ્લીકના કામો ઉપર પણ ધ્યાન આપી હા એ હા કે યાદ કરાવજો, કે થાય તો થાય, જોગવાઇ નથી, શક્ય નથી, પીએ ને કહો મારી પાસે સમય નથી વગેરે જેવા સ્ટીરીયો ટાઇપ જવાબ આપવાના બદલે જાતે જ અરજદાર મુલાકાતી રજુઆત કરનારને જાતે જ સાંભળે છે અને ભલામણ જ્યાં કરવાની હોય ત્યાં પોતે જ ફોન કરે અરે ક્યારેક તો પોતે રૂબરૂ જ ફાઇલ લઇ ને જાય છે સાથે સાથે તેમના લગત ખાતાના દરેક સરકારી વિભાગોમાં સચિવો, નિયામકો, ઉપસચિવો સહિત અધીકારીઓ જિલ્લાની લગત કચેરીઓના અધીકારીઓ, કર્મચારીઓ, રાજ્યભરમા કામગીરીમાં ગતિશીલતા લાવ્યા તો પીએ દિવ્યેશભાઇ પટેલ સોશ્યલ મીડીયા ઇન્ચાર્જ ચિંતનભાઇ વેદાંત તેમજ કેબીનેટ મંત્રીના અંગત સ્ટાફ ના પીએસ કિશોરભાઇ રાઠવા, એપીએસ એચ.એમ. સોલંકી, પીએ અંકિત પટેલ સહિત સ્ટાફ રાઘવજીભાઇનો ઉત્સાહ જોઇ ઘડીયાળ કે કેલેન્ડરમાં જોયા વગર લોકોના કામોને લગત અભ્યાસ પુટઅપ, પત્રવ્યવહાર, સંદેશાઓ, ફીડબેક, ફોલોઅપ, અપડેશન, સુચના, આદાનપ્રદાન સહિત વિવિધતાસભર કામોની ફરજ નિષ્ઠાથી બજાવે છે.

ત્યારે હાલની જાણકારી માટેની જામનગર જીલ્લા માહિતી કચેરીની નિયમીત જાહેર થતી પ્રકાશન માટેની યાદી પૈકી બે અહેવાલ જોઇએ જેમાં ખેડૂત સહાય પશુ પાલકોને સમર્થન મુલ્યની વિગતોનો સમાવેશ છે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વર્ષ ૧૯૯૬થી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અમલી બનાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૬ ખેડૂત ખાતેદારોને રૂપિયા ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ છે.

વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે.જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે.તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.

તેમણે ઉમેર્યું કે,આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં તેમજ બે હાથ-બે પગની અપંગતા હોય તો ૧૦૦%  સહાય. તેમજ એક આંખ - એક પગની અપંગતા આવે તો ૫૦% સહાય ચૂકવવામાં આવે છે.આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક,તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી,જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી અધિકારી,ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી ભરવાની હોય છે. આ માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂત ખાતેદારોએ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ બાદ ૧૫૦ દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજી કરવાની હોય છે.અરજી કર્યાથી ૬૦ દિવસમાં વીમાની ઉપલી કચેરી દ્વારા જરૂરી ચકાસણી બાદ સમય મર્યાદામાં સહાય ડી.બી.ટી.ના ધોરણો ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

જ્યારે આગળ જોઇએતો... ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાફકટર સહાય યોજના અમલમાં: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂ.૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે.


વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે ચાફકટર સહાય યોજના અંતર્ગત સુરત અને જૂનાગઢ જિલ્લામાં ચૂકવાયેલા સહાય અને તેના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી. જેમાં સુરત જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૨ અંતિત પ૫.૨૬ લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ ૨૦૨૨ અંતિત ૧૫.૨૮ લાખ રૂપિયા ચાફકટર સહાય પેટે ચૂકવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.

મંત્રીએ આર્થિક સહાય અંગેની આ યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટુકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે. જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. 

મંત્રીએ યોજનાની સહાયના ધોરણો અંગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને ૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ માટે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશન કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલ ચેક જોડવાનો રહે છે.