453 કિમીની બહેતર રેન્જ દ્વારા પાવર્ડ સંપૂર્ણ ડ્રાઈવ મજબૂત પબ્લિક ફાસ્ટ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી સફળતાથી પૂર્ણ કરાઈ

આ સાથે સાગમટે 23 વધારાના વિક્રમ સર્જ્યા

જામનગર મોર્નિંગ - જામનગર

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક અને ભારતમાં ઈવી ક્રાંતિમાં આગેવાન ટાટા મોટર્સે આજે ગર્વપૂર્વક જાહેર કર્યું કે ભારતની સૌથી વિશ્વસનીય અને ડ્રિવન ઈવી નેક્સોન ઈવીએ ‘ફાસ્ટેસ્ટ’ કાશ્મીરથી કન્યાકુમારી ડ્રાઈવ આવરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સફળતાથી સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ભારતના નંબર એક ઈલેક્ટ્રિક વેહિકલ ધ નેક્સોન ઈવીએ ફક્ત 95 કલાક અને 46 મિનિટ (4 દિવસમાં) 4003 કિમીની ડ્રાઈવ પૂર્ણ કરીને બહુશહેરી સફર કરવાની તેની ક્ષમતા સફળતાથી સિદ્ધ કરી છે. ઉપરાંત આ નોન- સ્ટોપ ડ્રાઈવ ભારતીય હાઈવે પર મોજૂદ બહેતર અવિરત પબ્લિક ચાર્જિંગ નેટવર્કને કારણે શક્ય બની હતી. સફર દરમિયાન ફાસ્ટ ચાર્જિંગ માટે ફક્ત 21 સ્ટોપમાં કુલ 28 કલાક વિતાવીને નેક્સોન ઈવીએ કુલ સફર પૂર્ણ કરવામાં સમય બચાવવા સાથે આઈસ વેહિકલની તુલનામાં ખર્ચ પણ નોંધપાત્ર પ્રમાણમાં બચાવ્યો છે.

ડ્રાઈવ દરમિયાન નેક્સોન ઈવી પડકારજનક માર્ગો અને અત્યંત તીવ્ર હવામાન વચ્ચે કોઈ પણ અન્ય કારની જેમ જ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં 300+ કિમીની સરેરાશ અસલ વિશ્વની રેન્જ આસાનીથી મળી હતી. આ સુંદર ડ્રાઈવ કંપનીની પોતાની લીડરશિપ ટીમ દ્વારા પણ માણવામાં આવી હતી, જેમણે નેકસોન ઈવી ભારતના લેન્ડસ્કેપ્સમાં ડ્રાઈવ કરી હતી. ઉપરાંત ઈવી દ્વારા ‘ફાસ્ટેસ્ટ’ K2K ડ્રાઈવ ઉપરાંત નેક્સોન ઈવીએ 23 વધારાના રેકોર્ડસ નોંધાવ્યા છે.

આ નોંધપાત્ર સિદ્ધિ વિશે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ. અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના એમડી શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “ધ નેક્સોન ઈવીએ ફાસ્ટેસ્ટ K2K ડ્રાઈવ માટે ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડસમાં પ્રવેશ કરીને તેની ક્ષમતાઓને વધુ પ્રમાણિત કરી છે. આ સિદ્ધિ પ્રોડક્ટની ભરપૂર કાર્યક્ષમતા અને દેશભરમાં ઉત્તમ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ટરની ઉપલબ્ધતાનો પણ દાખલો છે, જેણે દેશભરમાં ટાટા પાવરની હાજરીને વધુ બુલંદ બનાવી છે. 75 કિમી- 100 કિમી વચ્ચે નિયમિત અંતરે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હતા, જે ભારતની ઈવી ઈકોસિસ્ટમ માટે ઉત્તમ સિદ્ધિ છે.

આ ડ્રાઈવ અમારે માટે વિશેષ હતી, કારણ કે મારા સાથીઓ અને હું પહેલી જ વાર આવા કોઈક સાહસે નીકળ્યા હતા અને દેશભરમાં ઈવી દ્વારા સૌથી ઓછી મુદતમાં 4003 કિમી ડ્રાઈવ કર્યું હતું. તેનું લક્ષ્ય અમારા ગ્રાહકોને એ બતાવવાનું હતું કે તેઓ પણ સતત વધતા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નેક્સોન ઈવીની બહેતર રેન્જ સાથે તેમનો લાંબો પ્રવાસ આત્મવિશ્વાસપૂર્વક નિયોજન કરી શકે છે. મને ખાતરી છે કે આ K2K ડ્રાઈવ વધુ ગ્રાહકોને ઈવી અપનાવવા અને ઈલેક્ટ્રિકમાં ઉત્ક્રાંતિ પામવા માટે પ્રેરિત કરશે.”

નેક્સોન ઈવી વિશે વધુ જાણકારી માટે તમારી નજીકની ડીલરશિપને કોલ કરો અથવા વિઝિટ કરો https://nexonev.tatamotors.com. બધા વિક્રમની વિગતો વેબસાઈટ પર જોઈ શકાશે.