આ તો સરકારી ફરજ છે મીશ્રા સાહેબ: ખાનગી પેઢી નહી, "નથી રમવુ એમ ચાલે...?": "ભ્રષ્ટાચાર કરવો અને ભાવ પણ ખાવા" બેય ભેગુ ન ચાલે
ચબરાકોએ કર્યો સ્પેશ્યલ રેઇટનો પર્દાફાશ, તો ભાઇને લાગી આવ્યુ: સીએમઓમાં અરજી શા માટે કરી...? "જાવ કોઇના કામ નહી કરૂ...! લે બોલ કરી ને મિશ્રા સાહેબે તો...
કેપ્ટન અરવિંદજીના કોઈ એજન્ટ છે...? કોઇ વચેટીયા છે...? કે જેના દ્વારા થાય છે કલેક્શન... મળી રહી છે સ્ફોટક વિગતો: નામોના પર્દાફાશની ગણાતી ઘડીઓ, કોણ હશે એ દલ્લા...લ...સ્ટાફના કોઇ હશે...? કોઇ ચોક્કસ વિસ્તારના હશે...? કોઈ ધંધાર્થી હશે...? કોઈ બહારગામના હશે...? કોઇ ધંધાર્થીનો માણસ હશે...?
શિપિંગના ધંધાર્થીએ બે-ત્રણ મહિનાથી રેસલર અને બાર્જ ટગ સર્વે માટે મુકેલ છે મિશ્રાએ ચોખ્ખી ના પાડી દીધી હું સર્વે નહિ કરી દવ, તમારે કહેવું હોય ત્યાં કહી દો કેમકે ઉપરથી મીઠી નજર હેઠળ મિશ્રા છે
જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી)જામનગરના પોર્ટ ઓફિસર સામે હવે પીએમઓમાં ફરીયાદ થઇ છે કેમકે ઘણા (બધા જ નહી) શીંપીંગ ધંધાર્થીઓને હાલાંકી પઢ છે બીજી તરફ કોણ સમજાવે ભાઈને કે આ તો સરકારી ફરજ છે મીશ્રા સાહેબ... ખાનગી પેઢી નહી- "નથી રમવુ એમ ચાલે...?" "ભ્રષ્ટાચાર કરવો અને ભાવ પણ ખાવા" બેય ભેગુ ન ચાલે તેવામાં વળી ચબરાકોએ કર્યો સ્પેશ્યલ રેઇટનો પર્દાફાશ તો ભાઇને લાગી આવ્યુ અને કહે છે કે સીએમઓમાં અરજી શા માટે કરી...? "જાવ કોઇના કામ નહી કરૂ...! લે બોલ... મિશ્રા સાહેબે તો કરી ને... હવે સવાલ એ પણ છે કે કેપ્ટન અરવિંદજીના કોઈ એજન્ટ છે...? કોઇ વચેટીયા છે...? કે જેના દ્વારા થાય છે કલેક્શન... મળી રહી છે સ્ફોટક વિગતો નામોના પર્દાફાશની ગણાતી ઘડીઓ કોણ હશે એ દલ્લા...લ... સ્ટાફના કોઇ હશે...? કોઇ ચોક્કસ વિસ્તારના હશે...? કોઇ ધંધાર્થી હશે...? કોઇ બહારગામના હશે...? કોઇ ધંધાર્થીનો માણસ હશે...? હાલ તો ફરી ધ્યાને મુકીએ તો ભાઇને લાગી આવ્યુ મારૂ રેટ કાર્ડ જાહેર શુ કામ કર્યુ હવે બાર્જ ટગની જ મંજુરીઓ ત્યાંથી લાવો જાવ બોલો આ તો પેલી કહેવત જેવુ... કઈ કહેવત...? જવાદો ને યાર સીએમઓ બાદ હવે પીએમઓમાં અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સમાં રજુઆત થઇ છે મિશ્રા વિરૂદ્ધની વળી પોરબંદર, દ્વારકા અને જામનગર ત્રણ પોર્ટનો ચાર્જ એક સાથે મિશ્રાને આપેલો છે શિપિંગના ધંધાર્થીએ બે-ત્રણ મહિનાથી રેસલર અને બાર્જ ટગ સર્વે માટે મુકેલ છે મિશ્રાએ ચોખ્ખી ના પાડી દીધી હું સર્વે નહિ કરી દવ, તમારે કહેવું હોય ત્યાં કહી દો કેમકે ઉપરથી મીઠી નજર હેઠળ મિશ્રા છે તેમ ચર્ચા છે જો કે વધુ વિગત મિશ્રાની કઇક કઇક આવી રહી છે.
બંદર ખાતામાં અને લગતમાં થાય છે અનેક ચર્ચા મિશ્રાની પણ પાણીમાં રહેવુ ને મગર સાથે વેર કોણ કરે...? આ સિવાય બંદર અધીકારીઓની મજા આવે તેવી આવી રહી છે સ્ફોટક વધુ વિગતો કેમકે ભાઇ ગુજરાત સરકારને પણ અંધારામા રાખે છે. અમુક રિપોર્ટ જ નથી કર્યા કાં તો મોડા કર્યા કલેક્ટરને પણ જાણ નથી કરી.
જામનગર જીએમબી સહિત ત્રણ ગૃપનો ચાર્જ સંભાળનાર કેપ્ટન મિશ્રા દરેક જગ્યાએ પોતાની પાલી ચલાવી ગુજરાત સરકારને અંધારામા રાખે છે ઉપર કોક એમના મળતીયા છે અને કાંતો રિપોર્ટ મોડા કરે કા ન કરે અરે કલેક્ટરની સુચના છે કે કોઇપણ ઘટના દુર્ઘટના આપતિ હિલચાલ કે સંદિગ્ધ લાગે કલેક્ટ ને એડીશનલ કલેક્ટર ને કે મેજીસચટેરીયલ બ્રાંચને તેમજ જિલ્લા પોલીસમાં ઇન્ટેલીજન્સ અને કેન્દ્ર ની કચેરીઓ જામનગરમાં છે લાલબંગલામાં અને મેહુલનગર મેઇન રોડમાં તેને જાણ નથી કરતા પોતાને કઇક સમજે છે.
તેમજ કેપ્ટન મિશ્રા વધુ દરિયામાં ઇન્સ્પેક્શનમાં જતા નથી, તોષણ લેવુ તેમ તોષણ આપવુ તે પણ ગુનો બને છે એમ કાયદો કહે છે માટે જામનગરની કોઇપણ એજન્સી જો મિશ્રાને લાડ લડાવશે તો તેના વિક પોઇન્ટસ ગમે ત્યારે પર્દાફાશની જેમ ખુલશે ત્યારે દોડા દોડી કરશે માલા...ને...છોડાવો...) તેમજ સાહેબ ઓફીસમાં બેઠા રિપોર્ટ કરે છે દરિયા ઉપર ને ચેરના વૃક્ષ તેમજ કોરલ સહિત દરિયાઇ ખજાના ઉપર ઓઇલ પાવડર ભુકી રસાયણ ઉડે છે જીપીસીબીએ કન્સેન્ટ આપી તેમા જે પેરામીટર્સને લીમીટ છે તેનુ પાલન નથી અરે પ્રદુષણ માપનાર જ ગાંધીનગર બેસે છે તે વળી અહીથી રીપોર્ટ મંગાવે
તેમાં વળી સિક્કા બંદરે આવતા શીપમેન્ટમાં ઘણી વખત ટેન્કર લીકેજ હોય છે ઓઇલ ઢોળાય છે.
પરંતુ ભાઇ જતા નથી જોવા લે બોલ કેમકે ત્યાં અજગર છે, મગર છે ને દરિયાઇ મસ મોટી માછલી છે એ મિશ્રાને ઓગાળી જાય તો...? વધુ વિગતો મેળવાઇ રહી છે મિશ્રાનુ કોની કોની સાથે ગઠબંધન છે. તેનો નિષચણાંતોનો અભિપ્રાય લેવાનો હજુ બાકી છે તે આવ્યે આગળના સ્ફોટક મુદા આવશે.
અગાઉ પ્રસિદ્ધ થયેલ બાબત ફરી જાણકારી માટે જોઇએ તો...
જામનગરમા પોર્ટના અધીકારી કેપ્ટન મિશ્રા એકતરફ બંદરોની અમુક બાબતે એલર્ટ નથી જ ઉપરથી બે હાથે નાણા એકઠા કરતા હોવાની સીએમઓમાં લેખીત ફરિયાદ થઇ છે તેમ જાણવા મળ્યુ છે સીએમઓમાં થયેલી લેખીત ફરીયાદ મુજબ જામનગર પોર્ટ ઓફિસરમાં ઇન્ચાર્જ તરીકે કેપ્ટન અરવિંદ મિશ્રાએ ચાર્જમાં આવતા ની સાથે જ ભ્રષ્ટાચાર કરવાની તમામ સીમાઓ વટાવી દીધી છે ખાસ કરી ને આઈવી ક્લાસના ફ્લીટના સર્વે કરવામાં દરેક ફ્લીટના પાંચ આંકડામાં રૂપિયા લેવામાં આવે છે તેમજ એક અંદાજ મુજબ આ તમામ સર્વે જામનગર ઓફિસમાં બેઠા બેઠા થાય છે કોઈ પણ સર્વે પણ તેને સાઈટ વિઝીટ કરી જ નથી...! જેની ખાતરી પણ કરી શકાય તેમ છે.
એક અંદાજ મુજબ જામનગરના લગત બંદરોમાં ૧૦૦૦ જેટલા ફ્લીટ છે જે સર્વેનો બે નંબર નો ચાર્જ નો હિસાબ લગાવીએ તો આંખ આડા કાન કરવાના અઢળક નાણા ઉપજે ને...? એટલુ જ નહી તેમના ત્રાસથી આઉટસોર્સથી રાખેલા બે પાઈલોટે પણ રાજીનામા આપ્યા છે જે સૌ જાણે છે વધુમા અંડર વોટર સર્વેની પરમીશન ના આ અધીકારી છ આકડામાં ફીક્સ રેટ લે છે તેમ પણ આ અરજીમા પ્રુફના આધારે આક્ષેપ કરાયો છે જેમા બર્થીંગ અને અનબર્થીંગ કરવા માટે અલગથી સાહેબ ને "ચાર્જ" આપવો પડે છે તેમજ બંકર સપ્લાય કરવા તેમજ સલ્જ ઉતારવા માટે ની મંજુરી માટે અલગથી ભોગ ધરાવી પડે છે એટલુજ નહી સૌરાષ્ટ્રના અને ગુજરાતના મહાનગરોમા તેઓ વૈભવી ફ્લેટ ધરાવે છે તેમ પણ આ રજુઆતમા જણાવ્યુ છે અને પોતાના વતનના રાજ્યમાં પણ ખેતીની જમીન અને બીજી સંપતિઓ ધરાવે છે તે બાબતો જાહેર થઇ હતી.
0 Comments
Post a Comment