તમીલ સંગમ માટે ખુબ મોટી સંખ્યામા લોકોને જ્યાં ત્યાં લઈ જવા બસ, ભોજન, ઉતારા, ચા પાણીના ખર્ચાનુ શું...? લઈ ગયા છો મોટા ઉપાડે તો સાચવવાય પડે ને...? મિત્રો કુલ ૧૦૫ બસ એટલે કે આઠ દસ હજાર લોકોને લગત સેવા બે પ્રોગ્રામમાં કરી-કરવાની આ કઇ નવી વાત જ નથી આવુ અવારનવાર થતુ જ હોય છે. આવા ખર્ચાની ગ્રાંટ દર વખતે ન આવે ને આવે તો ચપટી ચાંગરૂ જ આવે બાકી નો "મેળ" કરવાનો... આવુ ચાલ્યા રાખે છે તો અમુક "ગરીબ" "જરૂરીયાત મંદ" કર્મચારીઓને ચા પાણીના મલકતા હોય તેમા કાપ આવે ને...? જો કે કોઇ કોઇ ચબરાકો એમાથીય રસ્તા કાઢી લે હો ભાઇ...

પછી તમે કોઈ પંપ વાળાની આકરી તપાસ કરી શકો...? ગેસ એજન્સીના સ્ટોક તપાસી શકો...? રેશનવોર્ડવાળાનું લાયસન્સ રદ કરી શકો...? કોઇ ને બાયો ડીઝલ વેંચતા રોકી શકો...? કોઈ બિલ્ડરને કઈ કડક શબ્દોમાં કહી શકો...? કોઈ વેપારી કે કોઈ કોન્ટ્રાક્ટરને ખખડાવી શકો...? નહી ને... હા... જેનુ કોન્ટ્રીબ્યુશન ન હોય ત્યાં તપાસ થાય... એમાં ના નહી... જો કે એ પણ...

જામનગર શહેરથી માંડી ઓખા સુધી લાગ્યા ધુંબા... દર મહિને બે મહિને મોકાણ... કોને કહેવુ...? અને વાસ્તવિકતા જુઓ કે "હવાલા" ઉભા ઉભ પડાવ્યા હોય "લાભ" લીધેલ હોય તે જ પાર્ટીને કઈ સરકારી કામમાં વિલંબ થતો હોય તો  કે "સુક્ષ્મ" કામ હોય  તો  ય... સાહેબની સહીમાં છે વાર લાગશે... તેમ નાક નેવે મુકી કહેવુ પડે...!  ગુજરાતમાં સફળતાના કે સાથ સહકારના વીસ વર્ષમાં  આ બાબતો પણ ઉમેરવી જ પડે કેમ કે લગત અનેકની "લોક ભાગીદારી" અગણીત છે... જંગી છે... અઢળક... છે...ને...?

મારા સાહેબો... શરમાવ...શરમાવ... જે યોજના કે કાર્યક્રમો કે તાસીરા માટે ગ્રાંટનુ ફદીયુ ય ન આવે તો ય હરખપદુડા થઈ નતનવા કાર્યક્રમોમાં સભાઓમાં યાત્રાઓમાં શા માટે "માથા ગણાવવા મથો છો"...? એ ય પારકા પૈસે... ચંદન...? અટકો હવે તો સારૂ છે તેવો ... અનેક બિચ્ચા...રા વેપારીઓનો વિલાપ..." મંદી છે ધંધા નથી... મોંઘવારી છે... માટે પહેલા અમુક રકમ મુઠી બાંધીને દઇ દેતા તા તો ચાલતુ તુ... હવે નથી ચાલતુ... મારા સાહેબ ઘર હલાવાના માણસોના પગાર રોજ બરોજના ચા પાણીથી માંડી વીજ, પાણી, મજુરી, કર વગેરે ખર્ચા ઇંધણ ના ખર્ચા... હિસાબ કિતાબ ના ખર્ચા... વચ્ચે ઉપરથી છાશવારે "ધુંબા" નથી ખમાતા હો...?

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા/પાર્થ નથવાણી)

કલેક્ટર જીલ્લાના રાજા કહેવાય તેઓ કહે તે સરકારી સુચના મુજબનુ કામ ફરજ પગલા બધુ કરવુ જ પડે તેઓ કલેક્ટરેટ થ્રુ મામલતદારો પુરવઠા કચેરીઓ (જેમના અંતર્ગત રેશન વોર્ડ, પંપ, બાયોડીઝલ, ગેસ, એજન્સી, અનાજ, કઠોળ, તેલના વેંચાણ સહિત નાગરીક પુરવઠા અન્ન સહિતના વેચાણ સંગ્રહ ઉત્પાદન આવે છે) પ્રાંત અધીકારીઓ તેમજ ખાણખનીજ ફુડ એન્ડ ડ્રગ તોલમાપ વેરા વિભાગ પીડબલ્યુ એસ્ટેટ સીવીલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પોર્ટ આયાત નિકાસ કંટ્રોલ  ટાઉનપ્લાનીંગ  ઝોનલ વિભાગો વગેરે વિભાગોએ પણ કરવુ પડે ખાસ તો સરકારી યોજના ઓ કાર્યક્રમો માટે તો ખાસ મહેનત કરવાની હોય તેમજ જે સુચના કલેક્ટરેટ માથીમળે તે માટે તનતોડ મહેનત કરવી પડે છે મને કમને આ બધુ સુચના મુજબનુ કામકરવાનુ હોય તેના ખર્ચ ભોગવવા માટે "કન્યાની કેડ ઉપર" કહેવતની જેમ ધુંબા પણ મારવાના હોય છે તેમજ ના પાડ્યા વગર આ બધો જ ડસરડો કરવાનો તેમજ ક્યાય પણ બસ, ટ્રક્ ભરી માણસો મોકલવાના હોય તે વ્યવસ્થા કરવાની બે ત્રણ કર્મચારીઓ એક એક વાહનમાં સાતરે મોકલવાના અને વારંવાર ત્યાથી ફોન આવે કે પાણી નુ શુ...? જમવાનુ શુ...? રોકાવાનુ શું...? તેના જવાબ આપવાના જેમ તેમ "મેળ" કરવાનો... અને હા પેલા બ બે તન તન કર્મચારી સાથે ગયા હોય તે ને લગત કામના અરજદારો કચેરીઓના ધક્કા ખાય તે નફામાં...!

આ તમામ બાબતો ને હાલના આ સમાચાર સાથે કઇ લેવા દેવા જ નથી આ સમાચાર તો લોકભાગીદારીમાં ભોગ બનેલ પેઢી વેપારી એજન્સી કોન્ટ્રાક્ટર વગેરે કેટેગરીનાથી કોઇ કોઇ અમુક હિંમતવાન એ પીડા વ્યક્ત કરી છે તે માત્ર અહી મુદા સ્વરૂપે છે તેમાથી કોયડો સૌ એ ઉકેલવો પડશે અને જાણકારી ન મળે ચોંકાવનારૂ કઇ ન લાગે તો મનોરંજન તરીકે લઇ શકાય છે કેમકે કજરેકજર આવુ કશુ હોતુ જ નથી.

 માત્ર મુદા... હાઇલાઇટસ... માત્ર મનોરંજન... અને હા સાચુ ખોટુ કોણ જાણે...? ખબર નહી...!

હજુ તો રૂકમણી વિવાહ વખતે લઇ જવાયેલી બસોના હિસાબ કિતાબ પત્યા નથી... ત્યાં આવી નવી પળોજણ, તમીલ સંગમ માટે ખુબ મોટી સંખ્યામાં  લોકોને જ્યા ત્યા લઇ જવા બસ ભોજન ઉતારા ચા પાણીના ખર્ચાનુ શું લઇ ગયા છો મોટા ઉપાડે તો સાચવવાય પડે ને...? મિત્રો કુલ ૧૦૫ બસ એટલે કે આઠ દસ હજાર લોકોને લગત સેવા બે પ્રોગ્રામમાં કરી-કરવાની. આ કઇ નવી વાત જ નથી આવુ અવારનવાર થતુ જ હોય છે. આવા ખર્ચા ની ગ્રાંટ દર વખતે ન આવે ને આવે તો ચપટી ચાંગરૂ જ આવે બાકી નો " મેળ" કરવાનો. આવુ ચાલ્યા રાખે છે તો અમુક " ગરીબ" " જરૂરીયાત મંદ" કર્મચારીઓને ચા પાણી ના મલકતા હોય તેમા કાપ આવે ને...? જો કે કોઇ કોઇ ચબરાકો એમાથીય રસ્તા કાઢી લે હો ભાઇ... પછી તમે કોઇ પંપ વાળાની આકરી તપાસ કરી શકો...? ગેસ એજન્સીના સ્ટોક તપાસી શકો...? રેશનવોર્ડવાળાનુ લાયસન્સ રદ કરી શકો...? શીપીંગવાળાને પ્રદુષણની નોટીસ આપી શકો...? કોઇ ને બાયો ડીઝલ વેંચતા રોકી શકો...? કોઇ બિલ્ડરને કઇ કડક શબ્દોમા કહી શકો...? કોઇ વેપારી કે કોઇ કોન્ટ્રાક્ટરને ખખડાવી શકો...? નહી ને...હા... જેનુ કોન્ટ્રીબ્યુશન ન હોય ત્યાં તપાસ થાય એમાં ના નહી...