આઉટસોર્સ-કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ચિંતા કરતી સરકાર: નવો પરીપત્ર જાહેર, હે...મંત્રીઓ હે...નેતાઓ હે...અધીકારીઓ કો"ક ચુસ્ત અમલ કરાવોને પ્લીઝ
વધુ એક હુકમ કરીને લેબર કમીશનરે રૂટીન ફરજ પુરી કરી તેનો અમલ કોણ કરાવશે...? સાવ ટેમ્પરરી કર્મચારી ઉપર હંમેશા લટકતી તલવાર જો બોલે તો કાઢી મુકે ઘણા છે વેઇટીંગમા: નોકરી ગમે તે મળે મુંગે મોઢે લઇ લો... ની નિતિમાં યુવા શીક્ષીતો... કાં તો કે... નતર સગપણ નહી થાય
જામનગર શહેર અને જિલ્લાની કચેરીઓમાં ટેમ્પરરીઓને નક્કી થયેલ પગાર મળે છે કે પછી રોકડા પાછા લઇ બેંક ખાતામા પુરેપુરા જમા કરી ઓન રેકર્ડ ઓલ વેલ દર્શાવાય છે...? અમુક શોષીતો સોગંદનામા કરવા તૈયાર કેમકે અમુક ક્લાસ વન ઓફીસરો એજન્સીઓ પાસે લાચાર છે... બોલો: ઉપરથી જ નક્કી થયેલ છે તેવા સ્ટાફ પુરા પાડનારને રીક્વાયરમેન્ટ મોકલવાનીને આવે એનાથી જ ચલાવાનુ નો ફરિયાદ કેમ...? તો કે ઘણા વેઇટીંગમા છે, કાઢી મુકે ને, બીજા આવે, વળી એકડો ઘુટવાનો તાલીમનું તો કેવાનુ હોય... યાર... જવાદો ને
ગુજરાતના એક અધીકારીએ વર્ષો પહેલા ઘુસાડેલી વ્યવસ્થા શિક્ષીત યુવાનોની એવી દશા કરે છે કે તે પુરતો રોજગારીત પણ નથી ને બેરોજગાર પણ નથી સમગ્રપણે બદલાવની જરૂર: અધીકારીઓ ઉવાચ અમુક નેતાઓના પણ ફોગટ ફેરા બાદ લાધતુ જ્ઞાન "આઉટસોર્સ એજન્સી ઉપર અમારૂ નિયંત્રણ નથી "લે બોલ": સરકારી કચેરીઓમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, સહાયક, ઇજનેર, ઓપરેટર, એટેન્ડન્ટ, ડ્રાઇવર, પ્યુન, મદદનીશ વગેરે પાસે કામ ભલે ગમે તે લેવાતા હોય પણ સરકારી આદેશ છતા પુરતા પગાર કાં ન મળે...?
જામનગર મોર્નિંગ - જામનગર (પાર્થ નથવાણી/ભરત ભોગાયતા)
સરકારી વિભાગોમાં જો ટેકનીકલ ક્ષેત્ર હોય તો ઘણી વખત આઉટસોર્સ કરારથી થતી નિમણુકમાં કામની ગુણવતા બગડે ને થતા શોષણવળી, કાયમીવાળી ભરતી નિયમીત અંતરે સરકારે ભરતી કરવી નથી ને વાતો કરતા રેવી છે કે આટલા લાખ રોજગારી આપવી છે તે પણ પાંચ વર્ષ હાંકવા ને બાદમાં પેન્શન જોગવાઇ વગર કાયમી કરવાની નવી નિતીએ પણ નવા જોડાતા સરકારી કર્મચારીઓ ઉપર કાયમ લટકતી રાખી છે ઇ તો જુઓ અને એકલ દોકલ વિભાગની જેમકે પોલીસ, લોકરક્ષક દલ કે આરોગ્ય વગેરેની જાહેર કરી બધુ જ નિરાંતે કરશે ને તે પણ ચુંટણી સંદર્ભે જ થશે તે પણ પાકુ જ છે આઉટસોર્સ કરાર આધારીત કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટ વધી છે તેમાં જવાબદારી ફીક્સ થતી નથી એજન્સીઓ શોષણ કરે કા ગમે તયે છુટા કરે... વગેરે વગેરે... થાય.
હા કોઇની ખુબ ભાર વાળી ભલામણ હોય તો કોઇ ને કરાર આધારીત કે આઉટસોર્સ વાળા દ્વારા લેવડાવે નહી તો એમ કહે કે બધુ ગાંધીનગરથી થાય છે એટલે એજન્સી આપણુ અહી ન રાખે તે લોકોના છેડા બહુ હોય... વગેરે બહાના બતાવે છે સરકારી અધીકારીઓ તો પછી તે ઓછા પગાર કામ વધુ વચ્ચે પીંસાતા યુવાનો ને શું ન્યાય અપાવે, શું દેખરેખ રાખે, શું કામ કરાવે, શું શોષણ અટકાવે...? અને યુવાનો પોતે બે પૈસા કમાવા જરૂરી હોય બોલે નહી ખાસ કઇ કેમ કે રોજગારી હંગામી તો હંગામી મળે તપ છે નતર આ ય કામ મળ્યુ હોય તે જતુ રહે... જો કે બંને છે પણ એવુ જ ઉપર થી એ પણ જોવા મળ્યુ છે કે એજન્સી ઓ સરકારની શરતો અને એગરીમેન્ટ ની સુચનાઓ ફરજો જવાબદારીઓ ના સો ટકા પાલન કરતા નથી કરાવતા નથી તેથી અલ્ટીમેટલી પબલીક જ હેરાન થાય ચે જે બધા જાણે જ છે પણ કઇ કહી શકતા નથી કરાવી શકતા નથી.
જાહેર સેવામાં રોજગાર સમાનતા અને વેતન સમાનતા હોવા છતાં રાજય સરકારે બંધારણ વિરુદ્ધ ફીકસ વેતન અને આઉટ સોર્સિગ મેન પાવર કંપનીઓથી લાખો નાગરીકોના અધિકારો છિનવી લીધા છે, સરકારમાં સમાન કામ અને સમાન પદ માટે ફિકસ વેતન ગેરબંધારણીય છે બીજી તરફ જે રાજયસેવક નથી તેવા કોઇપણ ખાનગી કર્મચારીઓ રાજયસેવામાં વેતન લેવાપાત્ર નથી કારણકે રાજયના કર ભંડોળમાંથી અનધિકૃત વેતન મેળવવાનો કોઇને અધિકાર નથી, કોઇ ખાનગી કંપનીઓ, એજન્સીઓ રાજયસેવામાં રાજયસેવક સંસ્થાનો દરજ્જો ધરાવતી નથી તેથી તેના નિમાયેલા અનધિકૃત કર્મચારીઓ રાજયસેવામાં વેતનપાત્ર નથી છતાં સતા અને સંગઠનને આધારે ૨૦૦૪ થી ખાનગી કંપનીઓ આઉટસોર્સિંગથી રાજયસેવાઓમાં અનધિકૃત કામો કરી રહી છે આ કંપનીઓ લાખો નાગલીકોનુ ખુલ્લેઆમ શોષણ અન્યાય કરી રહી છે સરકાર વિવિધ ઠરાવો કરીને ખાનગી કંપનીઓના હાથમાં મહત્વની કામગીરી કરાવી રહી છે જે જાહેર વહિવટ માટે જોખમી અને અનધિકૃત છે, ખાસ તો રાજય સરકાર પાસે આઉટસોર્સિંગ કંપનીના નામો અને સંચાલકોની વિગતો છે પણ તેના નિમાયેલા લાખો કર્મચારીઓની કોઇ વિગતો રાખવામાં આવતી નથી તેથી સરકાર ચલાવતા સતાધીશોને એ ખબર નથી કે કોણ કોણ કર્મચારી ક્યા ક્યાં સ્થળે શુ કામગીરી કરી રહેલ છે, ભાજપના સતાધિશો હિન્દુવાદથી સતા મેળવે છે અને સતા મેળવી પછાત હિન્દુઓનું પુરી તાકાતથી શોષણ કરે છે.
રાજયમાં સાતમુ પગાર પંચ અમલમાં છે તેના સમપ્રમાણમાં વેતન મેળવવાનો સમાનતાથી અધિકાર છે ચોથા વર્ગના કર્મચારીઓને મહિને ૨૧ દિવસ આઠ આઠ કલાકની નોકરીમાં દૈનિક ઓછામાં ઓછો રૂ ૮૪૦ જેટલો પગાર મળે છે તો આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ ઓછામાં ઓછો સમાનતાથી પગાર મળવો જોઇએ, મોંઘવારી પ્રમાણે વેતન આપવાની રાજય સરકારની જવાબદારી છે, દૈનિક રોજગારના ન્યુનતમ વેતન દરો ૧૯૯૪ પછી સુધારવામાં આવ્યા નથી, સાતમુ પગાર પંચ અને મોંઘવારીના સમપ્રમાણમાં ઓછામાં ઓછુ વેતન પ્રતિદિન રૂ ૮૪૦ હોવુ જોઇએ, પરંતુ ભાજપના સતાધીશો અશિક્ષિત પછાત ગરીબોનુ કાયમી શોષણ કરી આર્થિક રીતે કંગાળ કરીને વેઠીયા બનાવી દિધેલ છે.
કોર્પોરેશનની વાત...
જામનગર કોર્પોરેશન ની જુદી જુદી બ્રાંચમાં જે "આઉટ સોર્સ" થી માણસો રખાય છે તે ખર્ચ શું છે...? તેની મંજુરી કોણ આપે છે...? ખર્ચ કોણ મંજુર કરે છે...? પત્રકમાં બતાવ્યા મુજબ માણસો ખરેખર હતા કે માત્ર બીલ જ બને છે તે સવાલ એટલે ઉઠ્યો છે કે સોલિડ વેસ્ટ, આરોગ્ય, ફાયર, એસ્ટેટ, ગાર્ડન, પીઆરઓ, લાઇટ સહિતની શાખાઓ ખર્ચમાં તો દે ધનાધન જામી પડે છે અને દલાતરવાડી જેવો ઘાટ ઘડાય છે કેમકે જો બે ચાર માણસો ની જરૂર હોય તો રાખોને (કાગળ ઉપર) આઠ દસ... ની પદ્ધતિ લાંબા સમયથી અપનાવાય છે જેનુ પુછનાર કોઇ નથી તેમજ આ ખર્ચથી પ્રજાને લગત કામ થયા કે કોઇના પર્સનલ વાસીંદા થયા તે પણ સવાલ છે.
આ ગંભીર બાબતે માત્ર સેમ્પલ પુરતા ઉદાહરણ લઇએ તો સ્ટેન્ડીંગ કમીટીમાં જાણમાં મુકાતા ખર્ચમાં આરોગ્ય શાખાએ એક વખતનુ આઉટસોર્સિગ મેન પાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા. ૧૧,૮૦૦ બતાવ્યુ હતુ (દર વખતના અલગ) તો વળી સોલિડ વેસ્ટ શાખા દ્વારા એકજ એજન્ડામાં આઉટસોર્સિંગ મેનપાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા. ૩૭૫૦૦ બતાવાયુ (જે ખર્ચાય ગયા હતા) એ જ એજન્ડામાં બીજા આઉટસોર્સિગ મેનપાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા. ૭૫,૦૦૦ બતાવાયુ હતુ તો વળી પીઆરઓ શાખા (જે મંજુરી વગર આડેધડ જાહેરાત આપ્યા રાખે છે તેમ ઓડીટ એ પેરા કાઢ્યો છે તેમજ જાહેરાત આપી દીધા બાદ પેમેન્ટ આપવામા ભુલી જાય છે તેવી અનેક ફરિયાદો આ બ્રાંચની છે તેવી આ) શાખા મા લેબર પ્રકારનુ વર્ક શુ હશે...? કે બહારથી માણસો બોલાવવા પડે છે તે શાખાએ એક જ એજન્ડામાં આઉટસોર્સિગ મેનપાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા. ૧૯૦૦૦ એમા જ આઉટસોર્સિગ મેનપાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા.૩૯,૯૬૮ ફરીથી આઉટસોર્સિગ મેનપાવર સપ્લાયર્સ અંગેનું ખર્ચ રૂા.૩૯,૯૬૮ વિગેરેના ખર્ચને લગત અધિકારીની મંજુરી મળતા ખર્ચ કરતા જાણ સારૂ તેમ દર્શાવી રજુ કર્યા છે ત્યારે આ આઉટ સોર્સની અલગથી તપાસ થવી ઘટે છે કેમકે તે માટે ક્યા માણસો લેવા તે નક્કી છે...? તેમનુ અગાઉથી રજીસ્ટ્રેશન છે...? તેમને કામ શુ કરવાનુ...? તે નક્કી છે...? તેને વેતન શુ આપવુ...? કેટલા કલાક કામ કરવુ...? ત્રણ જુદી જુદી એજન્સીના ભાવ મંગાવ્યા...? કે એક રીયલ અને બે ડમી એજન્સીના ભાવ આવ્યા...? આવા અનેક સવાલ ના જવાબ જાણકારો માંગે છે.
સરકારના લેબર વિભાગનો નવો પરીપત્ર શુ કહે છે, માર્ચ ૨૦૨૩ના આ હુકમનુ પાલન કરાવો... જાગૃત બનો... મીનીમમ મહિને મળવાપાત્ર કાયદા મુજબ અપાય છે...? આઉટસોર્સના મિત્રો તમને મીનીમ સવા ચારસો થી પોણા પાંચસો રોજ અંદાજે મળે છે...? પીએફ કપાય છે...? કપાય છે તો સ્લીપ આપે છે સરકારી...? કે ખાલી કાપી જ લે છે...? બાદમાં હરીવાલા...? તમને બોનસ મળે છે...? આવો જોઇએ કાયદો...
ગુજરાત સરકારના વિવિધ વિભાગો કચેરીઓ બોર્ડ-કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર આઉટ સોર્સીંગ એજન્સી મારફત રોકવામાં આવેલ શ્રમયોગીઓને લાગુ પડતો શ્રમ કાયદા મુખ્યત્વે લધુત્તમ વેતન તેમજ કોન્ટ્રાક્ટ લેબર એક્ટની કાયદાકીય જોગવાઈઓ અંગે જાહેર જનતા ને માહિતગાર કરવામાં આવ્યા છે અને શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હેઠળની શ્રમ આયુક્તની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વિવિધ શ્રમ અધિનિયમોનું અમલીકરણ કરવામાં આવે છે.
(૧) આઉટસોર્સીંગ પદ્ધતિથી ૫૦ કે તેથી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામે રાખેલ હોય ત્યારે કોન્ટ્રાક્ટ મજૂર(નિયમન અને નાબુદી) અધિનિયમ ૧૯૭૦ હેઠળ સરકારશ્રીના જે-તે વિવિધ વિભાગો ખાતાના વડાઓ/તાબાની કચેરીઓએ મુખ્ય માલિક તરીકે આઈફીપી મારફત ઓનલાઇન નોંધણી ફરજિયાત કરાવવાની રહે છે.
(૨) જે કોન્ટ્રાક્ટર આઉટસોર્સીંગ એજન્સી/સંસ્થા દ્વારા જે-તે કામ કચેરીના સ્થળે પ૦ કે તેથી વધારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામે રાખવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટ મજૂરાનિયમન અને નાબુદી) અધિનિયમ,૧૯૭૦ હેઠળ આવા કોન્ટ્રાક્ટર આઉટસોર્સીંગ એજન્સી/સંસ્થાએ આ કાયદા હેઠળ આઈફીપી મારફત ઓનલાઇન લાયસન્સ ફરજિયાત લેવાનું રહે છે. આ લાયસન્સ મેળવવા માટે મુખ્ય માલિક તરીકે જે-તે કચેરીએ ફોર્મ-વી સંબંધિત કોન્ટ્રાક્ટરને ઈશ્યૂ કરવાનું રહે છે.
(૩) કોન્ટ્રાક્ટર આઉટસોર્સીંગ એજન્સી મારફત કરાવવામાં આવતી કામગીરીની લઘુત્તમ વૈતન અધિનિયમ, ૧૯૪૮ હેઠળ અનુસૂચિત રોજગારીમાં સમાવેશ થતી હોય તો તે અનુસૂચિત રોજગારી હેઠળ ઠરાવેલ લઘુત્તમ વેતન અને ખાસ ભથ્થું ચૂકવવાનું રહે છે અને જો આવી કામગીરીનો લઘુત્તમ વેતન અધિનિયમ ૧૯૪૮ હેઠળ અનુસૂચિન રોજગારીમાં સમાવેશ થતો ન હોય તો કોન્ટ્રાક્ટ કર્મચારી માટે ઠરાવેલ વેતન અને ખાસ ભથ્થું ચૂકવવાનું રહે છે, ૨૦ થી વધુ શ્રમયોગીઓ કામે રાખેલ હોય તો વેતનની ચૂકવણી બેંક એકાઉન્ટ મારફતે જ કરવાની રહે છે.
તાજેતરમાં લઘુત્તમ વેતન અધિનિયમ, ૧૯૪૮ હેઠળ ૪૬ અનુસૂચિત રોજગારી માટેના લઘુત્તમ વેતન ના દરશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તા.૨૭/૩/૨૦૨૩ના રોજના જાહેરનામાંથીબહાર પાડવામાં આવેલ છે. જેનો અમલ તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજથી કરવાનો રહે છે.
ઝોન- ૧ જેમા દરેક નગર શહેર સુધરાઇઓ નો સમાવેશ થાય છે તેમા જે ને આપણે રોજ કહીએ અથવા રોજનુ ઓછામા ઓછુ રૂ. ૪૧૪ થી ૪૬૨ વેતન ડેઇલી મળવુ જ જોઇએ અને ઝોન-ર જેમા જામનગર જેવા મહાનગરો નો સમાવેશ ન થાય તેવા દરેક ગામ વિસ્તાર નો સમાવેશ થાય છે ટુકમા ઝોન કે સ્કીલ પ્રકાર ગમે તે હોય ૪૧૪ થી રૂ. ૪૬૨ મીનીમમ રોજના મળવા જોઇએ મીનીમ વેતન એ બેઇઝ છે આ થી ઓછુ તો નહી જ તેમ કહેવા માંગે છે સરકાર બાકી આથી વધુ જ વેતન આપવુ જોઇએ તેમા પણ ૧૩ ટકા પ્રોવીડન્ટ ફન્ડ પણ ફરજીયાત છે કર્નચારીઓના કુશળ અર્ધકુશળ અને બિનકુશળ એટલે આપણે કહીએ છીએ કે સ્કીલ્ડ સેમી સ્કીલ્ડ કે અનસ્કીલ્ડ એમ પ્રકાર કરાયા છે પરંતુ એકંદર ચારસો સવા ચારસો થી ઓછુ કોઇ વેતન રોજ નથી અને બોનસ આપવુ ફરજીયાત છે.
(૪) કોન્ટ્રાક્ટર અથવા આઉટસોર્સીંગ એજન્સી મારફત કોન્ટ્રાક્ટ શ્રમયોગી કામે રાખેલ હોય તેવા કિસ્સામાં જો કોન્ટ્રાક્ટર કે આઉટસોર્સીંગ એજન્સી/સંસ્થા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને વેતન ન ચૂકવે તો વેતન ચૂકવવાની જવાબદારી મુખ્ય માલિકની બને છે તેવી જોગવાઈ કોન્ટ્રાક્ટ મજુર નિયમન અને નાબુદી) અધિનિયમ, ૧૯૮૭ હેઠળ કરવામાં આવેલ
(૫) આઉટસોર્સીંગથી કામે રાખેલ કોન્ટ્રાક્ટ શ્રમયોગી/કર્મચારી ૫ વર્ષની સતત નોકરી પૂર્ણ કરે તે કિસ્સામાંપ્રત્યેક વર્ષના ૧૫ દિવસ લેખે ગ્રેજ્યુઈટીની ચુકવણી આવશ્યક છે
(૬) શ્રમયોગીઓને દિવસના આઠ કલાકથી વધુ કામ કરાવવાના કિસ્સામાં ઓવર ટાઈમના વેતનના બમણાદરે ચુકવણું કરવાનું રહે છે.
(૭) સમાન વેતન અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪ અન્વયે સમાન પ્રકારના કામ માટે સ્ત્રી અને પુરુષ શ્રમયોગીને એકસમાન મહેનતાણું ચુકવવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
(૮) લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ રાખેલ શ્રમયોગીઓ/કર્મચારીઓને પગાર ચિઠ્ઠી, હાજરી કાર્ડ, ઓળખકાર્ડ આપવું ફરજિયાત છે. (૯) ઉક્ત લઘુત્તમ વેતન દરના થયેલ વધારાને ધ્યાને લઈ શ્રમિકોને યોગ્ય લઘુત્તમ વેતન ચુકવાય તે સુનિશ્ચિતકરવાનું રહે છે.
આ ઉપરાંત સામાજીક સુરક્ષા તથા શ્રમયોગીઓની સેવાને લગતા શ્રમ કાયદાઓ હૈઠળ પ્રત્યેક કોન્ટ્રાક્ટ શ્રમયોગીને કાયદાકીય જોગવાઈ મુજબના મળવાપાત્ર લાભ મળે તે સુનિશ્ચિત કરવાનું રહે છે. વધુમાં, કોન્ટ્રાક્ટ કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડનો ફાળો આઉટસોર્સીંગ એજન્સી દ્વારા ભરાયો છે કે નહિ તે મુખ્ય માલિક ચકાસી શકે તેવી સવલત ઈપીએફઓની ઓફિસયલ વેબસાઈટ ઉપર ઊભી કરાયેલ છે. જેના ઉપર ચકાસણી કરી શકાય છે.આ કોન્ટ્રાક્ટર અથવા આઉટસોર્સીંગ એજન્સી દ્વારા બિલ રજૂ કરવામાં આવે ત્યારે ઉપરોક્ત જોગવાઈઓ મુજબ શ્રમયોગીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ તથા ઈએસઆઈસી/ડબ્લ્યુસી હેઠળ વીમાના પ્રિમિયમની રકમ નિયમિત ધોરણે સંબંધિત કચેરીમાં જમા કરાવવામાં આવેલ છે કે કેમ તેની જરૂરી ચકાસણી કર્યા બાદ જ બિલની ચૂકવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સૂચના તાબાના અધિકારીઓને આપવા આ પરીપત્ર મા જીલ્લાના તમામ વડા ઓને આપવામા આવી છે.
0 Comments
Post a Comment