ભાદરકા પરિવાર દ્વારા મનોરથ કાર્યક્રમોના ભવ્ય આયોજનો સંપન્ન

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયા દ્વારકા હાઈવે પર સામોર ગામના પાટિયા પાસે કુવાડીયા વાડી વિસ્તારમાં અહીંના સેવાભાવી ભાદરકા પરિવાર દ્વારા ગઈકાલે રવિવારે લોટી ઉત્સવના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સ્વ. હમીરભાઈ તથા સ્વ. ડાડુભાઈ કરણાભાઈ ભાદરકા પરિવાર દ્વારા યોજવામાં આવેલા આ ધર્મોત્સવમાં શનિવાર તારીખ 22 મીના રોજ સાંજે સામૈયા તથા રાત્રે 9:30 વાગ્યે સામોરની પ્રખ્યાત કાનગોપી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવારે સવારે રાસ મંડળી તેમજ લોટી ઉત્સવ બાદ મનોરથના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મોટી ઉત્સવ, સહિતના ધાર્મિક કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર ધાર્મિક આયોજનો માટે સ્વ. રાધાબેન કરણાભાઈ ધાનાભાઈ ભાદરકા પરિવાર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી..