હાલાર સહિત પશ્ચિમભારત અને ઉત્તરમાં આ વખતે હવામાનની અનિશ્ચિતતાઓના વધુ એંધાણ વચ્ચે વહેલી પ્રિમોન્સુનની તૈયારીઓ: ડીઝાસ્ટરમેનેજમેન્ટ, આપતિ નિયમન સજ્જ, રાજ્યના રાહત કમીશનરની સુચનાઓ મુજબ વિભાગો સાથે સંકલન જરૂરી
પ્લાન, રિપોર્ટિંગ, ફીલ્ડ વર્ક ત્રણેય ગંભીરતાથી દરેક લગત વિભાગ કરે તો વાવાઝોડા-વરસાદ કે તેથી થતા નુકસાન ટાળી શકાશે: કુદરતમાં ખલેલ છે-પર્યાવરણનું જતન ન થયુ હવે શું...? અગાવ ચોમાસાની મૌજ હતી હવે ભારે વરસાદથી બીક લાગે ફફડાટ ફેલાય છે કે પાણી ઘરમાં આવ્યુ કે આવશે: જામનગર આપતિ નિયમન વિભાગને "નો હોલીડે" મંગળવારની રજામાં પણ ડીપીઓ અને ટીમે બુધવારની મીટીંગ માટે બહોળા સંપર્ક અને ઠોસ આયોજનો કર્યા: ગયા વર્ષે અગાવના વર્ષો કરતા ઘણુ ઇમ્પ્રુવમેન્ટ હતુ આ વખતે હજુ પ્રગતી માટે પ્રયત્ન: જાણકારોના મત મુજબ આ વખતે અસહ્ય ગરમી પડતા વેંત રેગ્યુલર ઇન્ટરવલે મીની વાવાઝોડુ, વરસાદની ઘટ તો ક્યાક વરસતી તબાહી ક્યાંક માત્ર ભેજ, વાદળા, ગરમી, ક્યાંક ચોમાસામાં ય અંગ દઝાડતા તડકા અને મે જુનમાં દરિયાઇ તોફાનો સહિત કઇક ઉથલપાથલો સર્જાય તો નવાઇ નહી
જામનગર મોર્નિંગ -જામનગર (ભરત ભોગાયતા)
પ્રકૃતિનો સ્વભાવ અવિરત વિકસવાનો છે, પરીવર્તનનો છે, સર્જનનો છે ત્યારે એ સ્વભાવ સાથે તાલ મીલાવીને પ્રગતિ થાય તો પ્રકૃતિની મહેર મળે છે તેની વિપરીત થાય તો પ્રકૃતિમાં ખલેલ થાય છે આ ખલેલથી ઘણુ બધુ આ પૃથ્વી ઉપર થાય છે જે દરેકની દરેક લોકો સુધી ખબર ન પહોંચે પરંતુ ખાસ તો હવામાનના ફેરફાર વગેરે જોવા અને અનુભવવા મળે ત્યારે જરા અંદાજ તો આવે કે આ હાલ ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે તડકા, ગમે ત્યારે ઠંડા પવન, ગમે ત્યારે વાદળા, ગમે ત્યારે ગાજવીજ આ બધુ શું છે...? આવી અનિયમીતતા જન આરોગ્ય ખેતી અન્ય વેપાર ધંધા ઉત્પાદન પરીવહન તેમજ પ્રવાદન સહિત દરેક ક્ષેત્રમાં ખુબ માઠી અસર કરે છે થોડા વર્ષોથી આ પ્રતિકુળતા ચિંતાજનક રીતે વધતી જ રહી છે જેને નિષ્ણાંતો ગ્લોબલ વોર્મીંગ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કે લી નીનો અલ નીનો વગેરે ઘણુ કહે છે પણ ટુંકામા કુદરત નેચર ડીસ્ટર્બ છે અને કુદરતમાં ખલેલથી ઉથલપાથલો થાય દાખલા તરીકે ભુગર્ભ જળ જે રીતે ખેંચાય છે તે જોતા જમીનના પેટાળ ગરમી સંગ્રહ નહી કરી શકે અને તે અમર્યાદીત લેવલે જશે તો શુ થશે...? સમજી શકાય તેવુ છે.
હાલાર સહિત પશ્ચિમભારત અને ઉત્તરમાં આ વખતે હવામાનની અનિશ્ચિતતાઓના વધુ એંધાણ વચ્ચે વહેલી પ્રિમોન્સુન તૈયારીઓ સરકારે આરંભી દીધી છે તેમજ જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના નવા કલેક્ટરો આવતાવેત વરસાદ વાવાઝોડા સંદર્ભે તૈયારીઓમાં લાગી ગયા છે અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ આપતિ નિયમન સજ્જ થઇ ગયા છે તો રાજ્યના રાહત કમીશનરની સુચનાઓ મુજબ વિભાગો સાથે સંકલન જરૂરી બની ગયુ છે ત્યારે વાસ્તવિક રીતે પ્લાન, રીપોર્ટીંગ, ફીલ્ડ વર્ક ત્રણેય ગંભીરતાથી દરેક લગત વિભાગ કરે તો વાવાઝોડા-વરસાદ કે તેથી થતા નુકસાન ટાળી શકાશે તેમ સુચનાઓ અપાઇ રહી છે બીજી તરફ કુદરતમા ખલેલ છે પર્યાવરણ જતન નથી થયુ હજુય નથી થય રહ્યુ માટે હવે શું...? અગાવ ચોમાસાની મૌજ હતી હવે ભારે વરસાદથી બીક લાગે ફફડાટ ફેલાય છે કે પાણી ઘરમાં આવ્યુ કે આવશે આવા સંજોગો પણ સર્જાય છે આ વખતે આવી જ અનિશ્ર્ચિતતાઓ નો ડર છે તંત્ર તૈયારીઓ કરશે પરંતુ દર વખતે ઘણુ છુટી જાય છે ભુલમાંથી શીખવાનુ હોય "એરર એન્ડ કરેક્શન" નો અમલ કરવાનો હોય પરંતુ સ્ટીરીયો ટાઇપ તૈયારીઓમાં અમુક વિભાગ રહેતા હોઇ બેદરકારીઓ સામે આવતી રહેજ છે માટે આ વખતે વધુ વહેલી સજ્જતા માટે સરકારની સુચના મુજબ અન્યત્રનિ જેમ જામનગર જિલ્લા આપતિ નિયમન વિભાગને "નો હોલીડે" મંગળવારની રજામાં પણ ડીપીઓ માનસીસિંહ અને ટીમે બુધવારની મીટીંગ માટે બહોળા સંપર્ક અને ઠોસ આયોજનો કર્યા છે.
બીજીતરફ ચિંતાની બાબત એ પણ છે કે જાણકારોના મત મુજબ આ વખતે અસહ્ય ગરમી પડતા વેંત રેગ્યુલર ઇન્ટરવલે મીની વાવાઝોડુ તો વળી ક્યાંક વરસાદનીઘટ તો ક્યાંક વરસતી તબાહી ક્યાંક માત્ર ભેજ વાદળા ગરમી ક્યાક ચોમાસામાં ય અંગ દઝાડતા તડકા અને મે જુનમાં દરિયાઇ તોફાનો સહિત કઇક ઉથલપાથલો સર્જાય તો નવાઇ નહી તેવુ સમગ્ર પણે બની રહ્યુ છે માટે જ જામનગર જિલ્લા કલેક્ટર પ્રિમોન્સુન મીટીંગમાં ગયા વર્ષ જેવી આફત ન થાય તેવી તાકીદ કરશે કેમકે જામનગર અંગે જોઇએ તો જામનગર મ્યુની.કોર્પોરેશનનો ૧૨૫ ચો.કી.મી. વિસ્તાર ૭ લાખની વસ્તી ૧૬ વોર્ડ ૪૫ કીમી ની રણજીતસાગર ડેમથી નદી દરીયા સુધીની કેનાલો ૭૦૦ કિમીના નાના મોટા રોડ તેમજ સાડાપાંચસો વિસ્તારોમાં ૭૦૦ થી ૮૦૦ કરોડના બજેટ છતા સો ટકા પ્રાથમીક સુવિધા તો બે દાયકાથી વધુની ભાજપ શાસીત કોર્પોરેશન આપી શકી નથી છતાય રૂપકડા સુત્રો આપ્યા રાખે છે તેવામા ચોમાસા પુર્વે કરવાની થતી કામગીરીમાં પણ દમ અને દિશા વગરની દેખાય છે અને માત્ર કેનાલ સફાઇ એ પણ અધકચરી થાય છે તેને કોર્પોરેશન પ્રિમોન્સુન કામ ગણે છે જ્યારે કલેક્ટરે જે સુચના આપશે કે જામનગર મનપા કુદરતી વહેણ અવરોધ દૂર કરવા ભયજનક બધુ જ સેફ સ્ટેજે લેવુ નોડલ ઓફીસર વોર્ડવાર નિમેતે પ્રમાણીત કરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરે વગેરે સુચનાઓ સો ટકા પાલન કરવા તાકીદ જરૂરી છે તેમ નિષ્ણાંતો માને છે.
બીજી તરફ જ્યારે વરસાદ આવશે ને ૩ થી ૫ ઇચ વરસાદ પડશે ત્યાતો શહેરમા ઠેર ઠેર પાણી ભરાશે સાથે ગંદકી ભળશે લોકોના ઘરમાય પાણી ઘુસશે વગેરે યાતના થશે બીજી અનેક તકલીફો થશે છતાય દરવર્ષની જેમ કોર્પોરેશન ઠોસ સંકલીત સર્વાંગીને અસરકારક કામગીરી માટે એક્ટીવ થઇ દરેક સઘન પગલા નથી લેતુ એ સવાલ છે.
જામનગર જિલ્લા કલેક્ટર પ્રિમોનસુન મીટીંગમા સૌ પ્રથમ જે બાબત પર ભાર મુકે છે તે જોઇએ તો કે... મનપા નપા હસ્તકની આવશ્યક સેવાઓ સંભાળતા અધિકારીઓએ જીલ્લાના વહીવટી તંત્ર સાથે આફતના સમયે સતત સંપર્કમાં રહેવુ પ્રિમોન્સુનની કામગીરી જેવી કે, ગટર, નાલા, નહેરોની સાફસફાઈ સત્વરે હાથ ધરી કુદરતી વહેણ ખુલ્લા કરાવવા, તેમના હસ્તકના આશ્રય સ્થાનોની યાદી બનાવવી સ્થાનીક માન્ય કોન્ટ્રાકટરો, મજૂરો, રોજમદારોની વિગતો હાથવગી રાખવી, બ્રિગેડના કંટ્રોલરૂમમાં આવતી ફરીયાદો અત્રેના જીલ્લા કંટ્રોલરૂમને પણ આપવા જરૂરી જાણ કરવી તમામ મોબાઈલ ટાવરો જોખમી નથી તે સુનિશ્ચિત કરવું જર્જરીત હોર્ડીંગ્સ હટાવવા જરૂરી કાર્યવાહી કરવી તથા ભયગ્રસ્ત બીલ્ડીંગ ની વિગતો ચકાસવા સી.આર.પી.સી. ૧૩૩ નગરપાલિકા અધિનિયમમાં જોગવાઈ છે. તેમજ સફાઈ સત્વરે થાય તેનું મોનીટરીંગ કરવું અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરી ત્રણ (૩) નકલમાં અત્રેના કંટ્રોલ રૂમને નિયત સમય મર્યાદા સુધીમાં મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી. વગેરે સુચનાઓ હતી જ હોય જ છે અને ગત વર્ષે અગાઉના વર્ષો કરતા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ૧૬ વોર્ડના વોર્ડ વાઈઝ નોડલ અધિકારીની નિમણુંક કરી તેઓને યોગ્ય તાલીમ આપવી અને નોડલ અધિકારી તરીકે સોંપવામાં આવેલ ફરજ અંગે હુક્મ કરવા જરૂરી છે નિયમીત સફાઈ તથા દવાનો છંટકાવ કરાવવા જરૂરી છે તેમજ જીએસડીએમએ દ્વારા ફાળવવામાં આવેલ સંશાધનો ચાલુ હાલતમાં છે તે પણ જોવુ જોઇએ આવી અનેક બાબતો ઉપરાંત ઝળુંબતી જોખમી ઇમારતોને નોટીસ આપી જાહેર સુચના આપી કોર્પોરેશનનુ તંત્ર બેસી ગયુ હતુ અને અનેક જગ્યાએ જર્જરીત ઇમારત ના જોખમ અને ઝળુંબતા બોર્ડના જોખમ હોય છે.
જામ્યુકોનુ સુત્ર છે કે "આચાર: પરમો ધર્મ..." એટલે આચાર જે આચરણમાં મુકવાનુ છે નિયમો મુજબ કે કોડ ઓફ કન્ટક્ટ કે નિયમાનુસારનુ આચરણ જ પરમ એટલે મુખ્ય કે શ્રેષ્ઠ ધર્મ છે... હવે આ સુત્રને અને તમામ બ્રાંચો ને દરેક કામગીરી અને સાતલાખની વસતીની સેવા ઉમદા રીતે આપવાની સહિતની બાબતો એ કઇ લાગે વળગે છે...? તે તો મનપાના બંને તરફના મહાનુભાવો જાણે...!? શહેર અને જિલ્લામાં દરેક નગરો-ગામોમાં ગટર, નાલા, નહેરોની સાફસફાઈ સત્વરે હાથ ધરી કુદરતી વહેણ ખુલ્લા કરાવવા, તેમના હસ્તકના આશ્રય સ્થાનોની યાદી બનાવવી સ્થાનીક માન્ય કોન્ટ્રાકટરો, મજૂરો, રોજમદારોની વિગતો હાથવગી રાખવી, બ્રિગેડના કંટ્રોલરૂમમાં આવતી ફરીયાદો અત્રેના જીલ્લા કંટ્રોલરૂમને પણ આપવા જરૂરી સુચના આપવામાં આવી. તમામ મોબાઈલ ટાવરો જોખમી નથી તે સુનિશ્ચિત કરવું જર્જરીત હોર્ડીંગ્સ હટાવવા જરૂરી કાર્યવાહી કરવી તથા ભયગ્રસ્ત બીલ્ડીંગ ની વિગતો ચકાસવી સી.આર.પી.સી. ૧૩૩ નગરપાલિકા અધિનિયમમાં જોગવાઈ છે તેનુપાલન થાય . તેમજ સફાઈ સત્વરે થાય તેનું મોનીટરીંગ કરવું અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અદ્યતન કરી ત્રણ (૩) નકલમાં કંટ્રોલ રૂમને મળે વગેરે બાબતો ઉપરાંત ની ઘણી સુચનાઓ મળવાના અનુમાન છે આ જે બુધવારે બપોરે પ્રિમોન્સુનમીટીંગ જામનગર જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દરેક વિભાગની મીટીંગ મળનાર છે.
0 Comments
Post a Comment