રોકડ, ફોન તથા લેપટોપ સહિતનો મુદામાલ કબ્જે: રાજકોટનો કપાત લેનાર તથા 11 પંટરોની શોધખોળ
જામનગર મોર્નિંગ - જામનગર
કાલાવડ તાલુકાના સતીયા ગામમાં વાડીના મકાનમાં આઈપીએલના મેચ પર સટ્ટો રમી રમાડી હારજીત કરનાર રાજકોટના એક શખ્સને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ રોકડ, મોબાઈલ તથા લેપટોપ સહિતનું સાહિત્ય કબ્જે કરી રાજકોટના 12 પંટરોની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં રાજકોટમાં સહકાર સોસાયટીમાં રહેતો પરેશ ગોવિંદભાઇ દાસોટીયા નામનો શખ્સ વાડીના મકાનમાં હાલમાં ચાલી રહેલ આઈપીએલ મેચ મોબાઈલમાં લાઈવ નિહાળી ક્રિકેટનો સટ્ટો ચલાવી રૂપિયાની હારજીત કરતો હોવાની બાતમી જામનગર એલસીબીના સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા અને યોગરાજસિંહ રાણાને મળતા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરામટા, એસ.પી. ગોહિલ તથા પી.એન. મોરીની સૂચનાથી સ્થળ પર દરોડો કરી પરેશને ઝડપી લઈ રોકડ રકમ 10,150, રૂ. 10,000નું લેપટોપ અને ચાર નંગ મોબાઈલ ફોન રૂ. 20,000 કુલ મળી રૂ. 40,150નો મુદામાલ કબ્જે કરી રાજકોટનો ડી.પી., કોઠારીયા રોડ પર મેહુલનગરમાં રહેતો કેવીન પટેલ, સોરઠીયા વાડીમાં રહેતો સુમીત પટેલ, રાજકોટમાં અહિરચોકમાં રહેતો જયસુખ જેઠવા, સહકાર સોસાયટીમાં રહેતો જબ્બ પટેલ, સોરઠીયા વાડીમાં રહેતો મોહિત, રાજકોટનો સદગુરુ, રાજકોટનો 51, રાજકોટનો લાલો, રાજકોટનો હેરી (88), રાજકોટનો અભી તથા સોદાની કપાત લેનાર હરીધવા રોડ પર રહેતો સાગર પટેલ નામના બાર પંટરોને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પરેશ પર રાજકોટમાં ક્રિકેટનો સટ્ટો ચલાવવાના બે કેસો નોંધાય ચૂક્યા છે.
0 Comments
Post a Comment