જામનગર મોર્નિંગ - પ્રયાગરાજ 


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે અહીં પ્રશાંત કુમાર સીએમ યોગીને સમગ્ર ઘટનાની જાણકારી આપશે અને સાથે જ વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણકારી આપશે.

વાત જાણે એમ છે કે શનિવારે રાત્રે લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યએ મીડિયા કર્મીઓના રૂપમાં અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ બંનેને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે કોર્ટમાંથી કસ્ટડીમાં લેતા જ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મીડિયા ચેનલની જેમ એક નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, લવલેશ, સની, અરુણ નામના લોકો મીડિયા કવરેજ દરમિયાન મીડિયા કર્મીઓ તરીકે દેખાઈને સાથે ફરતા હતા. આજે મેડીકલ દરમિયાન તેમને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે જ ફાયરીંગ થયું હતું કારણ કે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરવા માટે થોડીવાર રોકાયા હતા.

અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો

બીજી તરફ અતીક અને અશરફની હત્યા બાદ યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું- યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે.

અસદુદ્દીન ઓવૈસીએ અતિકની હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી

અસદુદ્દીન ઓવૈસીએ આ ક્રૂર હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું ઉપયોગ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે. બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ.