બાલા હનુમાન મંદિરે પૂજન-આરતી તેમજ પ્રથમ વખત રક્તદાન યજ્ઞનું આયોજન 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગરમાં તળાવની પાળ સ્થિત વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન મંદિર પર પૂ. પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ ભક્તિભાવ સાથે ઉજવવાનું આયોજન શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 

છોટી કાશી જામનગરના આંગણે અખંડ રામધૂન 59માં વર્ષમાં અવિરત રીતે આગળ વધી રહી છે. આ અખંડ રામધૂનનાં પ્રણેતા પી. પ્રેમભિક્ષુજી મહારાજની 53મી પુણ્યતિથિ નિમિતે તા. 11-04-2023ના બાલા હનુમાન મંદિર સ્થિત પૂ. મહારાજશ્રીની સમાધી પર પૂજન-આરતી થશે. એ પછી સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી નિયતક્રમ મુજબ થશે. આ સાથે જ બાલા હનુમાન મંદિરના પટાંગણમાં તા. 11-04-2023ના સાંજે 5:00થી 8:00 વાગ્યા દરમિયાન પ્રથમ વખત રક્તદાન યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમ બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે અખબારી યાદીમાં જણાવ્યું છે.