જામનગર મોર્નિંગ - જામનગર 

તા. 16 એપ્રિલના રો અપૂર્ણવિરામ એન્ટરટેનમેન્ટ દ્વારા સંબંધોની સર્જરી નાટકનું આયોજન ધન્વંતરી ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં લેખક જય પ્રકાશ સંતોકી તથા દિગ્દર્શક તેમજ આયોજક વિવેક ભદ્રા હતા. જેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નાટકનું આનંદ માણ્યું હતું. ઉપરાંત આ નાટકમાં જામનગરના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઈ નંદાણીયા, રમેશભાઈ કરંગિયા, દર્શન ઠક્કર, દીપકભાઈ ભાનુશાલી, નિશિથ ધીમંતભાઈ શાહ, ડો. ધવલભાઈ માંકડ, લાખાભાઈ કેશવાલા, સાગરભાઈ બોદર, અશોકભાઈ લાલવાણી, એન.પી. ક્રિએટિવ સ્ટુડિયો, ફાઈન્ડર, ધ બનિયાન ટી, આઈ.એન.ટી. ડેકોર, એસ.એ. મોબાઈલ તથા સુરેશભાઈ માલકીયા ઉપસ્થિત રહી અને સહકાર આપી નાટકની શોભા વધારી હતી.

આ નાટકમાં દિલન ચંદારાણા, જીયા ગોસ્વામી, વૈદિક આચાર્ય, હર્ષિદા ભદ્રા, ડોલી પંડ્યા, અંજલી માલદે, મયુરભાઈ શાહ, રિચા શાહ, મહેશ ગોરી, ભાવના દામા, માનવ જોષી તથા સાગર સોની અભિનય કરી નાટકને દીપાવ્યું હતું.