જામનગર મોર્નિંગ - જામનગર  

શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂ સેક્શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી ખાતે આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠની ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરવામાં શુક્રવાર તા. 5 મેના રોજ સવારે 9થી 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના રાજકોટના નિષ્ણાંત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની સામે બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા જમવા, ચા-નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. 

આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પધ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબીટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા તેમની સેવા આપશે. તો ઉપરોક્ત કેમ્પનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે. દર મહિનાની પાંચ તારીખે નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે, તેમજ રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠ જમાડીને મોકલવામાં આવે છે.